ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF એકાઉન્ટ ધારકોને 60 વર્ષ બાદ કેટલું પેન્શન મળે છે? નથી ખબર, તો નિયમ જાણી લેજો

તમારા કામનું / PF એકાઉન્ટ ધારકોને 60 વર્ષ બાદ કેટલું પેન્શન મળે છે? નથી ખબર, તો નિયમ જાણી લેજો

Last Updated: 09:37 AM, 16 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ પીએફ ખાતાધારક છો અને 60 વર્ષ સુધી નોકરી કરી છે, તો તમને પણ મળશે હવે આટલું 'પેન્શન'. જાણો શું છે નિયમો અને કેવી રીતે થશે ગણતરી.

ADVERTISEMENT

પીએફ એકાઉન્ટ રૂલ: ભારતમાં જે પણ વ્યક્તિ ખાનગી વિભાગમાં નોકરી કરે છે, તેમનું પીએફ એકાઉન્ટ ચોક્કસપણે હોય જ છે. ભારતમાં પીએફ ખાતાઓ 'એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન' એટલે કે ઈપીએફઓ દ્વારા સંચાલિત થાય છે. પીએફ ખાતાધારકના પગારના 12% પીએફ ખાતામાં જમા થાય છે અને કંપની દ્વારા પણ યોગદાન કરવામાં આવે છે.

EPFO Claim

આ યોજનામાં 8.33 ટકા જેટલી રકમ પેન્શન ફંડમાં જાય છે અને 3.67 ટકા જેટલી પીએફ ખાતામાં જાય છે. આ યોજનામાં ઘણીવાર લોકોને એક મૂંઝવણ ઊભી થાય છે કે, જો ખાતાધારક 60 વર્ષ સુધી કામ કરે છે તો ખાતાધારકને 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે અને શું છે EPFO ​​ના નિયમો? તો ચાલો તમને તેની સંપૂર્ણ માહિતી જણાવીએ.

શું છે EPFO ​​ના નિયમો?

EPFO નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિ PF એકાઉન્ટમાં 10 વર્ષ માટે રોકાણ કરે છે તો તે પેન્શન મેળવવા માટેનો દાવેદાર બની જાય છે. 50 વર્ષ પછી પીએફ ખાતાધારક પેન્શનનો દાવો કરી શકે છે. પરંતુ જો તે 58 વર્ષ પહેલા પેન્શનનો આ દાવો ક્લેમ કરે છે, તો દર વર્ષે 4% ની કપાત થઈ શકે છે. એટલે કે, જો કોઈ 54 વર્ષની ઉંમરે પેન્શનનો દાવો કરે છે, તો તેના પર 16%ની કપાત થશે.

વધુ વાંચો સરકારી કર્મચારીઓને લઇ ગુડ ન્યુઝ: વધી શકે છે સેલરી, EPFO પર આવી મોટી અપડેટ

ખાસ વાતનું ધ્યાન રાખવું કે, ખાતાધારક 58 વર્ષ પછી કોઈ પેન્શનનો દાવો ક્લેમ કરી શકતો નથી. તેથી 60 વર્ષની ઉંમરે તેને દર વર્ષે 4%ના વધારા પ્રમાણે 8% વધુ પેન્શન મળશે. EPFOના વર્તમાન નિયમો હેઠળ પેન્શન મેળવવા માટે પગારની મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા છે. એટલે કે, દર મહિને તમારા PF પેન્શન ફંડમાં માત્ર રૂ. 15,000 X 8.33/100 = રૂ. 1250 જમા થશે.

આટલું મળશે પેન્શન

જો તમે 23 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરી હોય અને તમે 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ રહ્યા છો. તો તમે કુલ 35 વર્ષ કામ કર્યું છે. EPFOની જૂની પેન્શન યોજના હેઠળ મહત્તમ પેન્શનપાત્ર પગાર 15,000 રૂપિયા છે. જ્યારે કોઈપણ કર્મચારી યુપીએસ છોડે છે, ત્યારે તમારો છેલ્લા 60 મહિનાનો પેન્શનપાત્ર પગાર જ તમારો સરેરાશ માસિક પગાર બને છે.

PROMOTIONAL 10

સરળ રીતે કરો ગણતરી

પેન્શન લાયક પગાર * પેન્શન લાયક સેવા/70= માસિક પેન્શન

15,000*35/70=7500

જો તમે 8 વર્ષની ઉંમર સુધી પેન્શનનો દાવો નથી કરતાં, તો તમને 8 ટકાના વધારાના દરે પેન્શન મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

employees PF Account Holder EPFO Pension
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ