ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: ક્યાં, ક્યારે અને શેના પર જોઇ શકાશે ભારત-પાકિસ્તાન મેચનું Live સ્ટ્રીમિંગ, જુઓ

Asia Cup 2025 / IND vs PAK: ક્યાં, ક્યારે અને શેના પર જોઇ શકાશે ભારત-પાકિસ્તાન મેચનું Live સ્ટ્રીમિંગ, જુઓ

Published By: Nirav Kumar

Last Updated: 12:12 PM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં વધુ એક વખત ભારત અને પાકિસ્તાનની ટીમ સામ સામે ટકરાશે. આ બંને ટીમ સુપર 4 માં ક્વોલિફાઇ થઇ ગઈ છે. તો ચાલો જાણીએ કે, આગામી મેચ ક્યારે અને કેટલા વાગે શરુ થશે. અને તેનું પ્રસારણ ક્યાં કરવામાં આવશે.

ADVERTISEMENT

એશિયા કપના ગૃપ A માં ભારત અને પાકિસ્તાનની ટીમ સુપર 4 માં ક્વોલિફાઇ થઇ ગઈ છે. જેથી આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે ઓછામાં ઓછી વધુ એક મેચ રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ગયા રવિવારે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. હવે બંને ટીમ ક્વોલિફાઇ થઇ ગઈ હોવાથી આગામી મેચ ક્યારે અને ક્યાં રમાશે,  કયા સમયે લાઈવ પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે તે અહીંયા જાણીશું.

એશિયા કપ 2025ની શરૂઆત 8 ટીમથી થઈ હતી, જેમાં 4 ટીમોના બે ગૃપ પાડવામાં આવ્યા હતા.  જેમાં દરેક ગૃપમાંથી પોઈન્ટ ટેબલમાં ટોપની બે ટીમો સુપર 4 માં આગળ વધવાની હતી . સુપર 4 માં પહોંચનારી દરેક ટીમો એક એક વાર એકબીજા સામે રમશે અને બાદમાં ટોપની બે ટીમો ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે.

  • ભારત vs પાકિસ્તાન હેડ-ટુ-હેડ (T20)
    કુલ મેચ: 14
    ભારતની જીત : 11
    પાકિસ્તાનની જીત : 3

  • ભારત vs પાકિસ્તાન મેચ ક્યાં રમાશે?
    દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈમાં આગામી ૨૧ સપ્ટેમ્બરના રોજ યોજાશે.
  • મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
    ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4ની મેચ દુબઈમાં સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.
  • મેચનું લાઈવ પ્રસારણ કઈ ચેનલો કરશે?
    એશિયા કપ 2025 માટે બ્રોડકાસ્ટ પાર્ટનર સોની સ્પોર્ટ્સ નેટવર્ક છે. ભારત vs પાકિસ્તાન મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ 1, સોની સ્પોર્ટ્સ 3 (હિન્દી), સોની સ્પોર્ટ્સ 4, સોની સ્પોર્ટ્સ 5 પર કરવામાં આવશે.
  • કઈ એપ પર મેચ જોઈ શકાશે ?
    ભારત vs પાકિસ્તાન મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Soni Liv એપ અને વેબસાઇટ પર કરવામાં આવશે. આ સિવાય ફેનકોડ એપ અને વેબસાઇટ પણ એશિયા કપ 2025 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી છે. ફેનકોડ વેબસાઇટ પર આ મેચ માટેની એન્ટ્રી ફી પર 189 રૂપિયા છે.
  • ભારતીય સ્કવોડ
    સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.


વધુ વાંચો : એશિયા કપ 2025: પાકિસ્તાન UAEને હરાવી સુપર-4માં પહોંચ્યું, ભારત સામે હાઈવોલ્ટેજ મુકાબલો

  • પાકિસ્તાન સ્કવોડ
    સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સઈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન આફ્રિદી, સુફયાન મોકિમ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Super 4 India vs Pakistan Asia Cup 2025

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ