ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / how to be so wealthy so that purse can never be empty
ADVERTISEMENT
ADVERTISEMENT
પૈસા કોણ નથી ઇચ્છતુ, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનુ બેંક બેલેન્સ હાઇ રહે. તેની તિજોરી અને પર્સ ચલણી નોટોથી ભરેલુ રહે. પરંતુ આપણે ઇચ્છીએ તેવુ હંમેશા થતુ પણ નથી. મહિનો પુરો થાય ત્યાં સુધી તો પર્સ ખાલી થઇ જાય છે. પર્સમાં એક રુપિયો રહેતો નથી ઉલટાનું અન્ય પાસે હાથ લાંબો કરવાનો વારો આવે છે. ત્યારે આપને અમે જણાવીશું એક એવી વાસ્તુ ટીપ કે જેનાથી તમારા પર્સમાં કાયમ પૈસા રહેશેજ.
શરત એ છે કે પર્સ લેધરનું ન હોય
ADVERTISEMENT
કેટલીક વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષમાં ઘણી જ શુભ માનવામાં આવે છે. આ એવી વસ્તુઓ છે જે પૈસા ખેંચી લાવે છે એટલે કે તમારુ પર્સ ખાલી થવા દેતી નથી. પરંતુ આ બધી વસ્તુઓ ત્યારે જ પ્રભાવ દેખાડે જ્યારે તમારુ પર્સ લેધરનું ન હોય. જી હા લેધરના પર્સમાં જો આ શુભ વસ્તુ રાખવામાં આવે તો લક્ષ્મી નારાજ થઇ જાય છે.
કમળના બીજ
ADVERTISEMENT
પર્સમાં કમળના બીજ રાખવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે. કારણ કે મા લક્ષ્મીને કમળ અત્યંત પ્રિયા છે. આ બીજ રાખવાથી વ્યક્તિને ધનલાભ તો થાય જ છે પરંતુ માનસિક રીતે પણ તે શાંતિ અનુભવે છે.

ADVERTISEMENT
શ્રી યંત્ર
તમારા પર્સમાં નાનું શ્રી યંત્ર રાખવાથી તમારુ પર્સ હંમેશા ભરેલુ રહેશે. કારણ કે શ્રી યંત્ર રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે જેથી તમારુ નસીબ પલટાતા વાર નથી લાગતી.
ADVERTISEMENT

ગોમતી ચક્ર
પર્સમાં ગોમતી ચક્ર રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે. આ ચક્ર રાખવાથી ક્યારેય તમને પૈસાની તંગી વર્તાશે નહી
ADVERTISEMENT

પીપળાનું પાન
કહેવાય છે કે પીપળાના પાનમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. આથી જો વિષ્ણુ ભગવાનની કૃપા થાય તો મા લક્ષ્મી અવશ્ય તમારી પર પ્રસન્ન રહે છે. જેથી એક પીપળાના પાનને પવિત્ર ગંગાજળથી ધોઇને તમારા પર્સમાં મુકો. તેની પર કેસરથી શ્રી પણ લખો.થોડા દિવસોમાં તમારા પાસે પૈસા આવવાનું શરુ થશે. પરંતુ આ પાન એવી રીતે તમારે મુકવાનું રહેશે કે અન્ય કોઇને નજરમાં ન આવે.

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો