ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કેટલા બાળકો ગુમ થયા? કોંગ્રેસ ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ
Last Updated: 06:49 PM, 9 March 2026
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન બાળકો ગુમ થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા જવાબ મુજબ 2024 અને 2025 દરમિયાન કુલ 6,240 બાળકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી હજુ સુધી 553 બાળકોને શોધી શકાયા નથી.
ADVERTISEMENT
આ માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રજૂ કરી હતી. કોંગ્રેસના એક ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ગુમ થયેલા બાળકો અંગે માહિતી માંગતા સરકાર દ્વારા વિગતવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
સરકારી આંકડાઓ અનુસાર છેલ્લા બે વર્ષમાં ગુમ થયેલા 6,240 બાળકોમાંથી મોટાભાગના બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે. જોકે 553 બાળકો હજુ સુધી લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ હોવાનું સરકાર તરફથી જણાવાયું છે.

ADVERTISEMENT
આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 67 મહિલાઓ પણ ગુમ થઈ હોવાનું જણાવાયું છે. સકારાત્મક બાબત એ છે કે ગુમ થયેલી તમામ મહિલાઓને પોલીસે શોધી કાઢવામાં સફળતા મેળવી છે.

ADVERTISEMENT
વિપક્ષ દ્વારા આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ગુમ થતાં બાળકોના બનાવોને ગંભીરતાથી લઈ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે ગુમ થયેલા બાળકોને શોધવા માટે પોલીસ અને સંબંધિત વિભાગો સતત પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતના ડિંડોલી આપઘાત કેસે વિશ્વનું ધ્યાન ખેંચ્યું, એલન મસ્કે પણ વ્યક્ત કરી ચિંતા
ADVERTISEMENT
રાજ્યમાં બાળકોના ગુમ થવાના વધતા બનાવોને લઈને સમાજમાં પણ ચિંતા જોવા મળી રહી છે. નિષ્ણાતો માને છે કે બાળકોની સુરક્ષા માટે પરિવાર અને સમાજ બંનેએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.