ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલીવુડના હી મૈન ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી આજે પણ રિલેશનશિપ્સ ગોલ આપતી નજરે આવે છે. બંનેની વચ્ચે બેશુમાર પ્રેમ પણ જગજાહેર છે, પરંતુ શું તમે જાણો છો કે બંનેના પ્રેમ અને લગ્નની સફર બિલકુલ સરળ નહતી. હેમા માલિની ધર્મેન્દ્રની બીજી પત્ની છે, એવામા હેમાએ ધર્મેન્દ્રની સાથે પોતાના સંબંધ અને એની પહેલી પત્ની માટે ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT
વાસ્તવમાં હેમા માલિની મોટાભાગે પોતાની પર્સનલ લાઇફ પર વાત કરવાથી બચતી નજરે આવે છે. પરંતુ આ વખતે હેમાએ પોતાની પર્સનલ લાઇફ માટે ખુલીને વાત કરી છે. હેમા માલિનીએ ધર્મેન્દ્રની પહેલી પત્ની માટે વાત કરી.
ધર્મેન્દ્ર માટે હેમાએ કહ્યું- 'જે વખતે મે પહેલી વખત ધરમ જી ને જોયા હતા ત્યારે મને અહેસાસ થઇ ગયો હતો કે એ માત્ર મારા બનેલા છે અને મે એમની સાથે મારું આખું જીવન વ્યતીત કરવાનો નિર્ણય કરી લીધો છે.' તો બીજી બાજુ ડેન્ગીથી તાજેતરમાં રિકવર થયેલા ધર્મેન્દ્ર માટે હેમાએ કહ્યું- 'ધરમ જી કહે એમને પગમાં દુખે છે. મને લાગી રહ્યું છે કે અમે ઘરડા થતા જઇ રહ્યા છે. પરંતુ અમારો એકબીજા પર ભરોસો પહેલાની જેમ બનેલો છે.'
ADVERTISEMENT

તો બીજી બાજુ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર માટે હેમા એ કહ્યું- હું નથી ઇચ્છતી કે અમારા લગ્નથી કોઇને પણ દુખ પહોંચે. એમની પહેલી પત્ની અને બાળકોએ ક્યારેય પોતાની લાઇફમાં મારો હસ્તક્ષેપ મહેસૂસ કર્યો નથી. મે ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા પરંતુ ક્યારે મે એમને પહેલા પરિવારથી અલગ કર્યા નથી. નોંધનીય છે કે ધર્મેન્દ્ર અને હેમા માલિની અને હેમા ફિલ્મ સીતા અને ગીતા, શોલે અને ડ્રીમ ગર્લ જેવી સુપરહિટ ફિલ્મોમાં એક સાથે નજરે આવી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ