બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો શનિવારે 54મો જન્મદિવસ હતો. હજારો પ્રશંસકો એના ઘરની બહાર પહોંચ્યા હતા. શાહરૂખે પણ મન્નતની બાલ્કનીથી હાથ મિલાવીને પોતાના ફેનસનો ધન્યવાદ કર્યો હતો. આ ઉપરાંત શાહરૂખ ખાનનો જન્મદિવસ વિદેશમાં પણ ધૂમધામથી ઊજવવામનાં આવ્યો હતો અને એને દુનિયાની સૌથી ઊંચી ઇણારતે પણ બર્થ ડે વિશ કર્યું છે.
દુબઇના બુર્જ ખલીફામાં શાહરૂખ ખાનના 54મો જન્મદિવસ પર વીડિયો ચલાવવામાં આવ્યો હતો. આ સુંદર નજારાને SRKના ફેન્સે પણ મોબાઇલમાં કેદ કર્યો છે. શાહરૂખ ખાન પહેલો એવો એક્ટર છે જેની બર્થ ડે પર બુર્જ ખલીફા દ્વારા વિશ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
To my brother, the awesomely cool Mr. @Mohamed_Alabbar and @BurjKhalifa @emaardubai. Thanks for making me shine so bright. Your love and kindness is unsurpassable. Wow! This is really the Tallest I have ever been. Love u Dubai. It’s my birthday and I’m the guest! pic.twitter.com/8oFAQCqNbD
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2019
ADVERTISEMENT
આ વીડિયોને શાહરૂખે પણ પોતાના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. તેણ લખ્યું છે કે, 'મને આટલો બ્રાઇટ બનાવવા બદલ આભાર. તમારો પ્રેમ જ બધું છે. આ મારો બર્થ ડે છે અને હું ગેસ્ટ છું.'
આ ઉપરાંત શાહરૂખ ખાનના સૌથી સારો દોસ્ત અને નિર્માતા કરણ જોહરે પણ એને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.