બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત: દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષે અવસાન

દુઃખદ / ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત: દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષે અવસાન

Vishal Khamar

Last Updated: 11:21 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી રંગભૂમિના કલાકાર રાજુ બારોટનું હાર્ટ એટેકથી મોત નિપજતા કલાજગતમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

ગુજરાતી રંગભૂમિના કલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે જાણીતા કલાકાર રાજુ બારોટનું નિધન થયું છે. ઉત્તરાખંડ પ્રવાસ દરમ્યાન નિધન થતા સમગ્ર કલાજગતમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. રાજુ બારોટને ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક સન્માન મળ્યા હતા. બાળપણથી જ નાટકોમાં રાજુ બારોટ અભિનય કરતા હતા.

ગુજરાતભરમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે અને તેમના અચાનક મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતના અનેક સ્થળોએથી રોજબરોજ આવા કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મોત થઈ જાય.

નાની ઊંમરે હાર્ટ અટેક બન્યું મોટી સમસ્યા

આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળીએ કે વાંચીએ છીએ કે કોઈ ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યું, તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા બેભાન થઈ ગયું કે ગરબા રમતા કે પરીક્ષા આપતા સમયે મોત થઈ ગયું. પણ આવા કિસ્સાઓમાં કારણો તપાસવામાં આવે ત્યારે માલૂમ પડે છે કે અચાનક આવેલા હાર્ટ એટેકથી આ મૃત્યુ થયું છે.

vtv app promotion

24 કલાકમાં 4 લોકોનું હાર્ટ અટેકથી મોત

છ દિવસ પહેલા વાવ થરાદ જિલ્લાના ભાભરમાંથી પણ આવા જ કિસ્સા સામે આવ્યા છે. ભાભરમાં 24 કલાકની અંદર 4 લોકોના હાર્ટ અટેકથી મોત નિપજ્યાં છે. જેમાં 3 વેપારીઓ અને 1 શ્રમજીવી સામેલ છે કે જેમને હાર્ટ અટેક આવતા તેમના મોત થયા છે. માહિતી પ્રમાણે, 53 વર્ષીય વિનોદ ઠક્કર, નટુ ઠક્કર, દેવરામ માળી અને સુનિલ ચૌધરીનું હાર્ટ એટેકથી મોત થયું. 24 કલાકમાં 4 લોકોને હાર્ટ અટેક આવતા ભાભરમાં અરેરાટી મચી ગઈ છે. તમામને છાતીમાં દુખાવો ઉપડતા મોતનું કારણ હાર્ટ એટેક સામે આવ્યું છે, ત્યારે હૃદય રોગના કારણે લોકોના મોતનો આંક સતત વધી રહ્યો છે, જે યુવાન લોકોમાં પણ ચિંતાનું કારણ બની ગયો છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મંજૂરી

ડોક્ટરો જણાવે છે કે ઠંડા વાતાવરણમાં શરીરની નસો સંકુચાઈ જાય છે, જેના કારણે હૃદય પર વધારાનું દબાણ પડે છે. સવારમાં ઠંડા પાણીથી નાહવું, ઓછા કપડાં પહેરવા અને અચાનક ભારે કસરતો કરવી, હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. તેથી શિયાળામાં યોગ અથવા કસરત કરતી વખતે ઓછામાં ઓછા બે સ્તરના ગરમ કપડાં પહેરવા, ધીમે ધીમે વોર્મઅપ કરવું અને શરીરના સંકેતોને અવગણવા નહીં તેવી સલાહ આપવામાં આવે છે. 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે, ત્યારે આ ઘટનાએ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે, પરંતુ કોઈપણ શારીરિક પ્રવૃત્તિ સમજદારી અને સાવચેતી સાથે કરવી એટલી જ આવશ્યક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Enterainment Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ