બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / રિવાબા જાડેજા, લોકગાયિકા નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે કર્યું વોટિંગ

સ્થાનિક ચૂંટણી મતદાન / રિવાબા જાડેજા, લોકગાયિકા નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે કર્યું વોટિંગ

Priyankka Triveddi

Last Updated: 01:14 PM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યમાં આજે ચૂંટણીનો માહોલ છે તે વચ્ચે જાણીતા મહિલા હસ્તીઓએ પણ આજે વોટિંગ કર્યું છે. રિવાબા જાડેજાથી લઈને જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે કર્યું વોટિંગ.

Gujarat Local Election Voting: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં લગભગ 10 હજાર બેઠકો માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે કડક રાજકીય ટક્કર જોવા મળી રહી છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ વખતે તમામ મનપા, નગરપાલિકા અને પંચાયતોનું મતદાન એક જ દિવસે યોજાયું છે. જ્યારે અગાઉ અલગ અલગ દિવસોમાં મતદાન થતું હતું. આ ચૂંટણીને રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મનપા, નગરપાલિકા અને પંચાયતોમાં મતદાન

આજે રાજ્યની 17માંથી 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓમાં મતદાન થઈ રહ્યું છે. ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે આ ચૂંટણી પડકારજનક બની છે. કારણ કે તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ટેકનિકલ ખામીઓ અને અનોખી ઘટનાઓ

મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. જ્યારે જામનગરમાં EVM મશીન ખોટકાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. છતાં પણ મતદારોમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. આ ઘટનાઓ લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે.

ઉમેદવારો અને જાણીતા ચહેરાઓએ કર્યું મતદાન

ચૂંટણીમાં અનેક જાણીતા ચહેરાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જાણીતા લોકગાયિકા રાજલ બારોટ પણ મતદાન માટે પહોંચ્યા હતા. તો સાંસદ ગેનીબેન ઠાકોરએ અબાસણા ગામે મતદાન કર્યું હતું. તો સાથે વડોદરાના જાણીતા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારે મતદાન કર્યું હતું.

ચાવંડમાં સોનલ ડેરનું મતદાન

અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે ભાજપ ઉમેદવાર સોનલ ડેરએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરને ભાજપે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ટિકિટ આપી છે. મતદાન કર્યા બાદ તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ આગળ આવવું જોઈએ એવો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં રિવાબા જાડેજાએ કર્યું મતદાન

જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 5માં આવેલી સત્ય સાંઈ સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે મતદારો માટે સુવિધાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. સાથે જ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.

મહેસાણામાં નેહા સુથારે કર્યું મતદાન, જીતનો દાવો વ્યક્ત કર્યો

મહેસાણા જિલ્લામાં ભાજપ ઉમેદવાર નેહા સુથારએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે અને તેમણે સરદાર ગામે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ નેહા સુથારે જંગી મતોથી જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતની જાણીતી ગાયિકા અને કલાકાર તરીકે ઓળખાતી નેહા સુથારની ઉમેદવારીને લઈને વિસ્તારમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે કર્યુ મતદાન, પુત્ર જય શાહે પણ વોટિંગમાં લીધો ભાગ

મતદારોને અપીલ અને લોકશાહીનો ઉત્સવ

આ ચૂંટણી માત્ર રાજકીય જંગ નહીં. પરંતુ લોકશાહીનો મહોત્સવ છે. તમામ ઉમેદવારો અને નેતાઓએ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. ગરમી અને અન્ય પડકારો છતાં લોકો ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. જે લોકશાહી માટે સકારાત્મક સંકેત છે. રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. હવે તમામની નજર પરિણામો પર છે. જે રાજ્યની રાજકીય દિશા નક્કી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Ladies Candidates Gujarat Gujarat Local Elections Voting ગુજરાત સ્થાનિક ચૂંટણી મતદાન
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ