બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે કર્યુ મતદાન, પુત્ર જય શાહે પણ વોટિંગમાં લીધો ભાગ

ગુજરાત ચૂંટણી 2026 / ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે કર્યુ મતદાન, પુત્ર જય શાહે પણ વોટિંગમાં લીધો ભાગ

Priykant Shrimali

Last Updated: 11:22 AM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah Vote : અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પણ મતદાન કર્યુ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Amit Shah Vote : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાજ્યભરમાં લોકશાહીના પર્વનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરો અને ગામોમાં મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યા છે અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતદાન કર્યુ છે. અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પણ મતદાન કર્યુ છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોની વચ્ચે રહીને મતદાન કરતા તેમણે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા.

આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે વિકાસને આગળ વધારવા માટે મતદાન મહત્વપૂર્ણ હોવાનું જણાવી લોકોને સક્રિય ભાગ લેવા અપીલ કરી.

રાજ્યભરમાં આજે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાઈ રહ્યું છે. સાથે જ કેટલીક નગરપાલિકાઓની પેટાચૂંટણીઓ પણ ચાલી રહી છે. કુલ મળીને હજારો બેઠકો માટે હજારો ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શિલજની અનુપમા સ્માર્ટ સ્કૂલમાં કર્યું વોટિંગ, હર્ષ સંઘવી- પાટીલે સુરતમાં કર્યું વોટિંગ

ચૂંટણી પહેલાંના પ્રચાર દરમિયાન કેટલાક વિસ્તારોમાં રાજકીય ગરમાવો અને વિરોધ પણ નોંધાયો હતો, જ્યારે ઘણી બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. કેટલીક નગરપાલિકાઓમાં તો ચૂંટણી પહેલાં જ જીત નક્કી થઈ ગઈ હતી. હાલના મતદાન દરમિયાન ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા હોવા છતાં મતદાતાઓમાં ઉત્સાહ ઘટાડો જોવા મળતો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel voting Harsh Sanghavi vote Amit Shah Vote
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ