બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત યુનિવર્સિટી ભરતી વિવાદ: ઓછી અરજીઓ માન્ય ગણાતા ગોઠવણના આક્ષેપ, સત્તાધીશોનો ઈનકાર

અમદાવાદ / ગુજરાત યુનિવર્સિટી ભરતી વિવાદ: ઓછી અરજીઓ માન્ય ગણાતા ગોઠવણના આક્ષેપ, સત્તાધીશોનો ઈનકાર

Priyankka Triveddi

Last Updated: 12:12 PM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે.

Ahmedabad Gujarat University: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરની સીધી ભરતી પ્રક્રિયા વિવાદોમાં સપડાઈ છે. વિવિધ પોસ્ટ માટે જાહેર કરાયેલી ફાઈનલ યાદીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ઉમેદવારોને માન્ય ગણાતા પ્રશ્નો ઉઠ્યા છે. PA to VC માટે આવેલી 33 અરજીઓમાંથી માત્ર બે જ માન્ય રાખવામાં આવી. જ્યારે PA થી રજિસ્ટ્રાર માટે 33માંથી એક જ અરજી માન્ય ગણાઈ છે. યુનિવર્સિટી એન્જિનિયર માટે 7માંથી એક અને ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટર માટે 12માંથી માત્ર એક જ ઉમેદવાર લાયક ઠેરવાયો. ઉમેદવારોનો આક્ષેપ છે કે વધારાના ફોર્મને ગેરલાયક ઠેરવી ચોક્કસ ઉમેદવારોને ગોઠવવા પ્રયાસ થયો છે. ઘણા ઉમેદવારોએ સંપૂર્ણ ફોર્મ ભર્યા હોવા છતાં તેમને કારણ આપ્યા વગર ગેરલાયક ઠેરવાયા હોવાનો આક્ષેપ કર્યો છે.

NSUIના ગંભીર આક્ષેપ

આ મામલે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ ભરતી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે ચોક્કસ ઉમેદવારોની પસંદગી કરવા માટે ખેલ કરવામાં આવ્યો છે. ગેરલાયક ઠેરવાયેલા ઉમેદવારોને સ્પષ્ટ કારણ આપવામાં આવ્યા નથી. તેઓએ દાવો કર્યો કે સત્તાધીશો ચોક્કસ લોકોને જ પસંદ કરવા માગતા હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે.

આ પણ વાંચો: સુરતની હોટેલમાં પ્રેમિકા સાથે આવેલા યુવકનું મોત, મોંઢામાંથી ફીણ નીકળ્યા બાદ ઢળી પડ્યો, પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો

Vtv App Promotion

કુલપતિનો જવાબ અને પ્રક્રિયા અંગે સ્પષ્ટતા

આક્ષેપોને લઈને યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ તમામ આરોપો ફગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ તમામ અરજીઓ સમર્થ પોર્ટલ પરથી મંગાવવામાં આવી હતી અને ધારાધોરણ મુજબ સ્ક્રુટિની કરવામાં આવી છે. જે ઉમેદવારોના દસ્તાવેજો અધૂરા હતા. જેમ કે ગ્રેડ પે, અનુભવ અથવા સર્ટિફિકેટ રજૂ ન કરાયા હોય તેમના ફોર્મ રદ્દ કરાયા છે. કુલપતિએ જણાવ્યું કે પસંદ થયેલા 1-2 ઉમેદવારોની પણ બે તબક્કાની પરીક્ષા લેવામાં આવશે અને લેખિત પરીક્ષા પાસ કરનારને જ અંતિમ પસંદગી મળશે. અત્યાર સુધી કોઈ ઉમેદવાર સીધી ફરિયાદ લઈને આવ્યો નથી તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat University Recruitment Controversy Neerja Gupta
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ