બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતની હોટેલમાં પ્રેમિકા સાથે આવેલા યુવકનું મોત, મોંઢામાંથી ફીણ નીકળ્યા બાદ ઢળી પડ્યો, પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો
Last Updated: 11:54 AM, 4 March 2026
Surat News : સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય વિનેશ વિક્રમભાઈ પટેલનો હોટલના રૂમમાં અચાનક મોત થયું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ વિનેશ પોતાની કથિત પ્રેમિકા સાથે ડિંડોલીના જી-9 કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઇન હોટલમાં ગયો હતો. બપોરે અંદાજે 3:30 વાગ્યાના સમયે રૂમમાં જ તેની તબિયત અચાનક બગડી ગઈ. જણાવાય છે કે તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને થોડી જ વારમાં તે ઢળી પડ્યો.
ADVERTISEMENT
પ્રેમિકાએ બોલાવી મદદ
યુવકની હાલત બગડતા યુવતી ગભરાઈ ગઈ અને મદદ માટે બૂમાબૂમ કરી. ત્યારબાદ તેણે વિનેશના ભાઈ સમીરને ફોન કરીને ઘટનાની જાણ કરી. થોડી જ વારમાં ભાઈ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ તપાસ બાદ પેરામેડિકલ સ્ટાફે વિનેશને મૃત જાહેર કર્યો. મૃતદેહને વધુ તપાસ માટે ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગ્રાન્ટેડ કોલેજોના વહીવટી સ્ટાફ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ કર્મચારીઓને મળશે લાભ
ADVERTISEMENT
ત્રણ વર્ષથી સંબંધ, લગ્ન અંગે મતભેદ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિનેશ અને યુવતી છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં હતા અને લગ્ન કરવા ઇચ્છતા હતા. જોકે, પરિવારના કેટલાક સભ્યો આ સંબંધ માટે રાજી નહોતા. આ મુદ્દો પણ તપાસનો ભાગ બની રહ્યો છે. આ તરફ હવે હાલમાં મોતનું સાચું કારણ સ્પષ્ટ નથી. પ્રાથમિક અંદાજ મુજબ યુવકને 'ખેંચ' આવવાને કારણે મોત થયું હોઈ શકે છે, પરંતુ મોઢામાંથી ફીણ કેમ નીકળ્યા અને તબિયત અચાનક કેમ બગડી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.