બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગ્રાન્ટેડ કોલેજોના વહીવટી સ્ટાફ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ કર્મચારીઓને મળશે લાભ

મોટા સમાચાર / ગ્રાન્ટેડ કોલેજોના વહીવટી સ્ટાફ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ કર્મચારીઓને મળશે લાભ

Priykant Shrimali

Last Updated: 10:44 AM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Granted Colleges : ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ષો સુધી ફિક્સ પગાર પર સેવા આપતા કર્મચારીઓ લાંબા સમયથી તેમના કામના વર્ષોને માન્યતા આપવા... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Gujarat Granted Colleges : રાજ્યની બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) કોલેજોમાં કાર્યરત વહીવટી સ્ટાફ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ એક નિર્ણયથી ખાસ કરીને ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને સીધો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય મુજબ, ફિક્સ પગાર હેઠળ કામ કરેલા પાંચ વર્ષ હવે બઢતી (પ્રમોશન) અથવા ઉચ્ચ પગાર ધોરણની ગણતરીમાં સામેલ કરવામાં આવશે.

શું મળશે લાભ?

  • ફિક્સ પગારના પાંચ વર્ષ બઢતી માટે ગણાશે
  • ઉચ્ચ પગાર ધોરણ નક્કી કરતી વખતે આ સમયગાળો માન્ય રહેશે
  • નિવૃત્તિના લાભોની ગણતરીમાં પણ આ સમયનો સમાવેશ થશે
  • આ નિર્ણયથી લાંબા સમયથી ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

કઈ બાબતોમાં ફેરફાર નહીં થાય?

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ફિક્સ પગારનો સમયગાળો નોશનલ લાભ કે વધારાના ઈજાફા માટે ગણાશે નહીં. જૂની કે નવી પેન્શન યોજનામાં આવતા કર્મચારીઓની પેન્શન વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નાણા વિભાગની ફિક્સ પગાર સંબંધિત જોગવાઈઓ યથાવત રહેશે. અર્થાત્, આ નિર્ણય મુખ્યત્વે બઢતી અને નિવૃત્તિ લાભોની ગણતરી સુધી મર્યાદિત રહેશે.

આ પણ વાંચો : GIDCમાં ગમખ્વાર અકસ્માત થતાં બે સગા ભાઈઓ અને શ્રમિક મળી 4 લોકોના મોત

કર્મચારીઓ માટે રાહતનો નિર્ણય

ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ષો સુધી ફિક્સ પગાર પર સેવા આપતા કર્મચારીઓ લાંબા સમયથી તેમના કામના વર્ષોને માન્યતા આપવા માંગતા હતા. સરકારના આ નિર્ણયથી તેમને આર્થિક અને વ્યવસાયિક રીતે સ્થિરતા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Administrative staff benefits Gujarat granted colleges Fixed salary employees
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ