બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / GIDCમાં ગમખ્વાર અકસ્માત થતાં બે સગા ભાઈઓ અને શ્રમિક મળી 4 લોકોના મોત
Last Updated: 09:21 AM, 4 March 2026
Rajkot Road Accident : રાજકોટ શહેરમાં મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં ચાર લોકોના દુખદ મોત થયા છે. ઘટના Metoda GIDC વિસ્તારમાં મુરલીધર વે બ્રિજ નજીક બની હતી. વિગતો મુજબ રાત્રે લગભગ 9:30 થી 10 વાગ્યાના સમયગાળામાં રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ. રિક્ષા કાલાવાડ રોડ તરફથી ગેટ નંબર 3 તરફ જઈ રહી હતી, ત્યારે ટ્રકે તેને ટક્કર મારી. અથડામણ એટલી ભયાનક હતી કે રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો.
ADVERTISEMENT
ચાર લોકોએ ગુમાવ્યો જીવ
આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં સુનિલ વરાણીયા (રિક્ષા ચાલક), વિશાલ સવસીભાઈ ગાંગડિયા, વિજય સવસીભાઈ ગાંગડિયા (બન્ને સગા ભાઈ) અને એક અજાણ્યા શ્રમિક મુસાફરનો સમાવેશ થાય છે. વિશાલ અને વિજય ગાંગડિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની હતા અને મેટોડા વિસ્તારમાં પેઈન્ટિંગ કામ કરતા હતા. તેઓ રોટરી ક્લબ નજીક રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટ્રક ચાલકની ધરપકડ
અકસાર બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ઓખા નિવાસી ટ્રક ચાલક બંસી ભારતી બટુકભારતી ગોસ્વામીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. FSL અને RTOની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.