બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મોટા નેતાનું હાર્ટ એટેકથી મોત, પાટીલ સહિતના નેતાઓએ સિવિલ પહોંચી પરિવારને સાંત્વના આપી
Last Updated: 12:07 AM, 4 March 2026
સુરતમાં વસતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી 42 વર્ષીય વિક્રમસિંહ રાજપાલસિંહ શેખાવત વેસુ VIP રોડ પર આવેલી પુણ્યભૂમિ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ખટોદરા વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમજ સોલાર અને સિક્યુરિટી ગાર્ડ એજન્સી જેવા વિવિધ વ્યવસાય ચલાવતા હતા. સમાજજીવનમાં સક્રિય રહેનાર વિક્રમસિંહ રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ તરીકે આગેવાની કરતા હતા.
ADVERTISEMENT

ગોડાદરા વિસ્તારમાં આવેલા તુલસી પાર્ટી પ્લોટ ખાતે તેમણે રાજસ્થાની પરંપરા મુજબ ત્રણ દિવસીય ફાગોત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત નાજુક લાગતી હોવા છતાં કાર્યકર્તાઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમણે પોતાની અસ્વસ્થતા વિશે કોઈને જણાવ્યું નહોતું અને સારવાર પણ લીધી નહોતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આજે ઘરે તેમની તબિયત અચાનક લથડતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા અને તબીબી ટીમને ઘરે બોલાવી. CPR સહિતની સારવાર આપવામાં આવી, છતાં તેઓને બચાવી શકાયા નહોતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ.
આ પણ વાંચોઃ 'ઘણું મોડું થઈ ગયું'... ટ્રમ્પનો ઈરાનને ચોખ્ખો સંદેશ, વાતચીત પર લગાવી બ્રેક
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વિક્રમસિંહ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય રહ્યા હતા. તેઓ VHPના પૂર્વ ઉપાધ્યક્ષ તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા હતા અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતા ભારતીય સેનામાં સેવા આપી નિવૃત થયા છે. તેમના અચાનક અવસાનથી વેપારી સમાજ અને રાજસ્થાની સમુદાયમાં ગાઢ શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.