ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'ઘણું મોડું થઈ ગયું'... ટ્રમ્પનો ઈરાનને ચોખ્ખો સંદેશ, વાતચીત પર લગાવી બ્રેક

વિશ્વ / 'ઘણું મોડું થઈ ગયું'... ટ્રમ્પનો ઈરાનને ચોખ્ખો સંદેશ, વાતચીત પર લગાવી બ્રેક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:20 PM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iran america war: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે.

ADVERTISEMENT

iran america war: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી, વાયુસેના, નૌકાદળ અને તેનું નેતૃત્વ સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. મંગળવારે સાંજે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી, વાયુસેના, નૌકાદળ અને નેતૃત્વ "સમાપ્ત" થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે ઈરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમો પર દેખરેખ કરાર માટે વાટાઘાટોની માંગ કરવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે.

Iran-War

ટ્રમ્પે કહ્યું કે આગામી તબક્કો ટૂંક સમયમાં આવી રહ્યો છે. તેને મોટી લહેર ગણાવતા તેમણે કહ્યું, "અમે હજુ સુધી તેમને સંપૂર્ણ તાકાતથી ફટકાર્યા નથી. સૌથી મોટી કાર્યવાહી હજુ બાકી છે." તેમણે એ પણ સ્વીકાર્યું કે બહેરીન, જોર્ડન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત સહિત આરબ દેશો પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા "સૌથી મોટું આશ્ચર્ય" હતા. સંઘર્ષના સમયગાળા અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને તે લાંબા સમય સુધી ચાલવાની અપેક્ષા નહોતી અને અંદાજે તે લગભગ ચાર અઠવાડિયા સુધી ચાલશે.

દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યુ કે ઇઝરાયલ સાથે સંકલિત આગોતરા હુમલાઓનો હેતુ ઇરાની ખતરાને નિષ્ક્રિય કરવા અને યુએસ દળોની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે જણાવ્યું હતું કે યુએસને ડર હતો કે જો ઇઝરાયલ કાર્યવાહી કરશે તો ઇરાન યુએસ બેઝ પર બદલો લેશે, તેથી આગોતરા હુમલા. રુબિયોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીનું મુખ્ય ધ્યાન ઇરાનની ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતા અને તેની નૌકાદળ દ્વારા ઉભા થયેલા ખતરાને દૂર કરવાનો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ ઇઝરાયલનો મોટો હૂમલો, ઈરાનના સુપ્રીમ લીડરને ચૂંટવા માટે ચાલી રહ્યું હતું મતદાન, ત્યારે છોડી મિસાઈલ

અમેરિકી સેનાએ સંઘર્ષમાં છ અમેરિકી સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે ઇરાની રેડ ક્રેસેન્ટ સોસાયટીનો અંદાજ છે કે ઇરાનમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ અમેરિકામાં આ કાર્યવાહી પર રાજકીય મતભેદ સ્પષ્ટ છે. રિપબ્લિકન નેતાઓએ ટ્રમ્પના પગલાંને સમર્થન કર્યુ છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના નેતા ચક શ્યૂમરે ચયનિત યુદ્ધ ગણાવતા પ્રશાસનના નિવેદનોને અપૂરતું ગણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iran us israel conflict Donald Trump News middle east conflict

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ