બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં ધડાકા, ટ્રમ્પની ધમકી બાદ સૈન્ય કાર્યવાહી શરૂ

વિશ્વ / બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં ધડાકા, ટ્રમ્પની ધમકી બાદ સૈન્ય કાર્યવાહી શરૂ

Nidhi Panchal

Last Updated: 07:44 AM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ અમેરિકાએ ઈરાનના અનેક વિસ્તારોમાં લશ્કરી હુમલા શરૂ કર્યા હોવાનું સામે આવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક ચેતવણી આપ્યા બાદ હવે અમેરિકાની સેનાએ ઈરાન પર લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. ટ્રમ્પે અગાઉ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો થઈ શકે છે. ત્યારબાદ અમેરિકન સેનાએ ઈરાનના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોને નિશાન બનાવી હુમલા શરૂ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ હુમલાઓ બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે.

trump-normal

અબ્બાસ અને સિરિક સહિતના વિસ્તારોમાં હુમલા કર્યા

પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાએ બંદર અબ્બાસ અને સિરિક સહિતના વિસ્તારોમાં હુમલા કર્યા હતા. હુમલાઓ બાદ બંને વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઇરાની રિપોર્ટ અનુસાર મિઝાને બંદર અબ્બાસ તેમજ સિરિકમાં શક્તિશાળી વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. બીજી તરફ મેહરે પણ બંદર અબ્બાસમાં થયેલા વિસ્ફોટોની માહિતી આપી છે. અહેવાલ અનુસાર બુધવારે અમેરિકાના હુમલામાં બે માછીમારોના મોત થયા હતા.

કોનારાક નજીક પણ જોરદાર વિસ્ફોટો

અહેવાલો અનુસાર પ્રમાણે ચાબહાર અને કોનારાક નજીક પણ જોરદાર વિસ્ફોટો થયા હતા. હુમલાઓ બાદ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. તાજેતરના હુમલાઓને પગલે ચાબહારના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ દરમિયાન અમેરિકાએ ઈરાનના અક્કાલા વિસ્તારમાં આવેલા એક મહત્વપૂર્ણ રેલવે પુલને પણ નિશાન બનાવી ઉડાવી દીધો હોવાનું જણાવાયું છે.

અબુ મુસા ટાપુ પર કુલ 10 વિસ્ફોટ થયા

અહેવાલો મુજબ અબુ મુસા ટાપુ પર કુલ 10 વિસ્ફોટ થયા હતા. ઉપરાંત ચાબહાર અને કોનારાકમાં પણ દસ જેટલા વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ચાબહારની એક હોસ્પિટલ નજીક હથિયારો પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અમેરિકાના હુમલાથી શાહિદ બેહેશ્તી બંદર, કલાન્તારી બંદર અને દરિયાઈ ટ્રાફિક નિયંત્રણ ટાવરને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. બંદર અબ્બાસમાં આઠ અને સિરિકમાં ત્રણ વિસ્ફોટ નોંધાયા હતા.

જાસ્ક વિસ્તારમાં પણ અનેક વિસ્ફોટ થયા

અહેવાલો મુજબ બુશેહરમાં બે પ્રોજેક્ટાઇલ પણ પડ્યા હતા, જ્યારે જાસ્ક વિસ્તારમાં પણ અનેક વિસ્ફોટ થયા હતા. હુમલાઓ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાબહાર હુમલામાંથી ઊઠતી જ્વાળાઓનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર શેર કર્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે આ કાર્યવાહી ગઈકાલે જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ છે. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો ઈરાન તરફથી ફરી આવી કાર્યવાહી થશે તો અમેરિકાનો જવાબ વધુ ગંભીર અને વધુ કડક હશે.

ન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ પણ આ હુમલાઓની સત્તાવાર પુષ્ટિ

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ પણ આ હુમલાઓની સત્તાવાર પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં સેન્ટકોમે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્દેશ બાદ અમેરિકન દળોએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી છે. અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર આ હુમલાઓનો મુખ્ય હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવાનો છે.

આ પણ વાંચો : CNG અને રસોઈ ગેસના ફરી વધશે ભાવ... ઈરાન-અમેરિકા વચ્ચે બગડ્યા હાલત

આ પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વિનાશક હુમલાની ચેતવણી આપી હતી અને જોરદાર જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. તુર્કીમાં યોજાયેલી નાટો સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત પહેલાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે અમેરિકા ઈરાન સામે પોતાની લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. આ દરમિયાન નાટોએ પણ અમેરિકાની લશ્કરી કાર્યવાહીને પોતાનો ટેકો જાહેર કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ પર છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Iran Attack Donald Trump Iran News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ