ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government Bharti 2025: જલ્દી કરો, ચાલુ સપ્તાહે જ બંધ થઇ જશે આ સરકારી ભરતીઓ

તમારા કામનું / Government Bharti 2025: જલ્દી કરો, ચાલુ સપ્તાહે જ બંધ થઇ જશે આ સરકારી ભરતીઓ

Published By: Priyankka Triveddi

Last Updated: 01:44 PM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weekly Government Bharti 2025: દિવાળીની રોશની અને આનંદ વચ્ચે આ અઠવાડિયું નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. જ્યાં એક તરફ દિવલાઈ, બેસતું વર્ષ અને ભાઈબીજ જેવા તહેવારો છે. ત્યાં બીજી તરફ અનેક સરકારી ભરતી માટેની અરજીની અંતિમ તારીખો પણ આવી પહોંચી છે. જો તમે હજી સુધી અરજી કરી નથી, તો આ તક ગુમાવશો નહીં.

ADVERTISEMENT

Government Bharti Online Apply Last Date: આ અઠવાડિયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), એકલવ્ય મોડેલ સ્કૂલ (EMRS), હાઈકોર્ટ, NIA, દિલ્હી યુનિવર્સિટી (DU) અને બિહાર વિધાન પરિષદ સચિવાલય સહિતની છ મુખ્ય ભરતીની છેલ્લી તારીખો આવી રહી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB Bharti 2025)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-3ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. લેબોરેટરી આસિસ્ટન્ટ, એક્સ-રે આસિસ્ટન્ટ અને એક્સ-રે ટેક્નિશિયન જેવી પોસ્ટ માટેની અરજીની છેલ્લી તારીખ 22 ઑક્ટોબર 2025 છે. નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ મહત્વપૂર્ણ તક છે કારણ કે આ પોસ્ટ્સ માટે સ્પર્ધા ઊંચી રહેવાની શક્યતા છે.

jobs

એકલવ્ય મોડેલ સ્કૂલ ભરતી 2025

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) એ દેશભરમાં 7,000થી વધુ શિક્ષણ અને બિન-શિક્ષણ પદો માટે ભરતી જાહેર કરી છે. 10મું ધોરણ પાસથી લઈને માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉંમર મર્યાદા 18 થી 55 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ અરજી કરવાની અંતિમ તારીખ 23 ઑક્ટોબર 2025 છે. શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.

હાઈકોર્ટ નોકરીઓ 2025

છત્તીસગઢ હાઈકોર્ટે કોર્ટ મેનેજર માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશન (CGPSC) દ્વારા કરવામાં આવી રહી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ psc.cg.gov.in પર 28 ઑક્ટોબર 2025 રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકે છે. કોર્ટમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક પ્રતિષ્ઠિત તક બની શકે છે.

jobs 3

NIA ભરતી 2025

ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ડેટા એન્ટ્રી ઓપરેટર અને લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) જેવી જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની શોધ શરૂ કરી છે. આ ભરતી માટેની વિગત ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in/en/national-investigation-agency-nia પર ઉપલબ્ધ છે.અરજી ઑફલાઇન સબમિટ કરવાની રહેશે અને અંતિમ તારીખ 25 ઑક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.

દિલ્હી યુનિવર્સિટી પ્રોફેસર ખાલી જગ્યા 2025

દિલ્હી યુનિવર્સિટીએ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસર પદ માટે ભરતી જાહેર કરી છે. પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ પર આધારિત રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 21 ઑક્ટોબર 2025 છે. જો તમે ડીયુમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો તો આ તક ચૂકી ન જવી જોઈએ.

jobs-goverment

10મું પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી 2025

10મું ધોરણ પૂર્ણ કરેલા ઉમેદવારો માટે પણ સરકારી નોકરીની તક ઉપલબ્ધ છે. બિહાર વિધાન પરિષદ સચિવાલય દ્વારા ડ્રાઈવર અને ઓફિસ એટેન્ડન્ટ માટે ભરતી શરૂ કરવામાં આવી છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ડ્રાઇવિંગ કૌશલ્ય પરીક્ષણ અને ટ્રેડ ટેસ્ટનો સમાવેશ થશે. અરજી કરવાની અંતિમ તારીખ 20 ઑક્ટોબર 2025 છે.

વધુ વાંચો: હવે સચિવાલયમાં ત્રણ મોટી પોસ્ટીંગ પર બ્યુરોક્રેસીની નજર, લોબિંગ પણ શરૂ

vtv app promotion

અંતિમ તકનો લાભ લો

દિવાળીના ઉત્સવની વચ્ચે આ અઠવાડિયું નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક બની શકે છે. દરેક ભરતીની અંતિમ તારીખ ધ્યાનમાં રાખીને સમયસર અરજી કરો અને તહેવારની સાથે નવી શરૂઆતની તૈયારી કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weekly Government Bharti 2025 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ Government Bharti

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ