ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / પંચમહાલના કાલોલમાં 112 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું, યુવા મતદારો માટે બેસાડ્યો દાખલો

ગુજરાત ચૂંટણી 2026 / પંચમહાલના કાલોલમાં 112 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું, યુવા મતદારો માટે બેસાડ્યો દાખલો

Published By: Priykant Shrimali

Last Updated: 03:12 PM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchmahal Election : કાલોલ તાલુકાના કાતોલ ગામે વસવાટ કરતી સતાયુ લક્ષ્મીબેન પરિવારના સભ્યો સાથે મતદાન મથક સુધી પહોંચ્યા, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Panchmahal Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અનેક પ્રેરણાદાયક દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાંથી એક અનોખું ઉદાહરણ પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યું હતું. અહીં 112 વર્ષીય વયે પણ એક વૃદ્ધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની અડગ લાગણી દર્શાવી છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામે વસવાટ કરતી સતાયુ લક્ષ્મીબેન પરિવારના સભ્યો સાથે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. ઉમરના આ પડાવે છતાં તેમણે મતદાન પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. તેમને જોવા અને સાંભળવામાં તકલીફ હોવા છતાં તેઓએ પોતાના મતનો હક નિભાવ્યો, જે અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.

મતદાન કેન્દ્ર પર હાજર લોકો માટે આ ક્ષણ ખાસ બની ગઈ હતી. ઘણા લોકોએ આ દ્રશ્યને લોકશાહીની સાચી શક્તિ તરીકે જોયું, જ્યાં ઉંમર કે શારીરિક મર્યાદાઓ પણ મતદાન માટેની ઇચ્છાને અટકાવી શકતી નથી. લક્ષ્મીબેનનો આ ઉત્સાહ યુવાનો સહિત દરેક મતદારોને વધુ સક્રિય રીતે મતદાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો : ચૂંટણી દરમિયાન અચાનક હાર્ટએટેકથી બુથ કર્મચારીનું કરૂણ મોત, પરિજનો શોકમગ્ન

આવો પ્રસંગ યાદ અપાવે છે કે મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ દેશ અને સમાજ પ્રત્યેની ફરજ છે. જ્યારે 112 વર્ષની વયે વ્યક્તિ મતદાન માટે ઉત્સુક હોય, ત્યારે યુવાનો માટે તો આ એક સ્પષ્ટ સંદેશ છે કે તેઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kalol Panchmahal Election Gujarat Local Election

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ