ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચૂંટણી દરમિયાન અચાનક હાર્ટએટેકથી બુથ કર્મચારીનું કરૂણ મોત, પરિજનો શોકમગ્ન

દુખદ / ચૂંટણી દરમિયાન અચાનક હાર્ટએટેકથી બુથ કર્મચારીનું કરૂણ મોત, પરિજનો શોકમગ્ન

Published By: Priykant Shrimali

Last Updated: 01:45 PM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand Election : મતદાનની પ્રક્રિયા દરમિયાન અચાનક એક કર્મચારીની તબિયત બગડતાં તેઓ બેભાન થઈ ગયા અને પછી... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

ADVERTISEMENT

Anand Election : ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંસેજ ગામે મતદાન દરમિયાન ફરજ પર રહેલા એક કર્મચારીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શું છે સમગ્ર મામલો ?

માહિતી મુજબ સાંસેજ ગામના બુથ નંબર-1 પર અમિત સોલંકી ફરજ બજાવી રહ્યા હતા. મતદાનની પ્રક્રિયા દરમિયાન અચાનક તેમની તબિયત બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. આ સ્થિતિ જોતા ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા અને તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ તરફ હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ અમિત સોલંકીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રિવાબા જાડેજા, લોકગાયિકા નેહા સુથાર, માયાભાઈની દીકરી સોનલ ડેર, અંકિતા પરમારે કર્યું વોટિંગ

અમિત સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટ્ટાવાળા તરીકે સેવા આપતા હતા અને ચૂંટણી દરમિયાન પોતાની ફરજ નિભાવતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવારજનો અને ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. ઘટના અંગે માહિતી મળતાં સ્થાનિક આગેવાનો અને જનપ્રતિનિધિઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heart attack election duty booth worker death Anand Tarapur incident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ