ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat is likely to receive heavy rains, according to the state meteorological department
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એવામાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી બે દિવસ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. અને 4 ઓગસ્ટ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
હવામાન વિભાગનું માનીએ તો સાઉથ વેસ્ટ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પર હળવું દબાણ સર્જાયુ છે. જેથી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જો કે ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે
બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી બાદ હવામાન વિભાગે અત્યાર સુધી પડેલા વરસાદના આંકડા પણ રજૂ કર્યા છે. જેમાં રાજ્યમાં હજુ પણ જરૂરિયાત કરતાં 36% વરસાદની ઘટ હોવાનો દાવો કર્યો છે. જોકે આવનાર સમયમાં ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરને કારણે વધુ વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે. ખેડૂતતો માટે હજુ સુધી ચોમાસું સારું રહ્યું છે. પણ જો વરસાદી ઘટ ન ઘટે તો એટલે કે જો વરસાદ હવે જરૂરિયાત જેટલો ન પડે તો આવનાર સમયમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે. હાલ તો હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે જેથી ખેડૂતોને ફાયદો થશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડામાં અને પારડીમાં પોણો ઈંચ વરસાદ જ્યારે વાપીમાં અને વાંસદામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ ડાંગમાં અડધો અને સુબિરમાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે વાલોદમાં અને વઘઈમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
ADVERTISEMENT
રાજ્યમાં અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ?
જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે રાજ્યમાં 12 ઈંચ સાથે સિઝનનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 2 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે સિઝનનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ 7 ટકા ઓછો નોંધાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ તો 35.19 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ