બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:48 PM, 4 March 2026
ફેબ્રુઆરી આવવાની સાથે રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે બફારો-ગરમીની શરુઆત થઇ ગઇ છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારે લાગી રહી છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે તબક્કાવાર રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. 9 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.
ADVERTISEMENT
હવામાન વિભાગ અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધુ જોવા મળશે, તેથી દરિયાની આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. 4 માર્ચ થી 6 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેવી માહિતી મળી છે. જેના કારણે લોકોને ગરમી સાથેબફારાનો સામનો કરવો પડી શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 3, 2026
ADVERTISEMENT
ડીસા એટલે ગુજરાતમાં સૌથી વધારે ગરમી પડતુ શહેર. તાજેતરમાં જ ડીસામાં 38.4 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું તાપમાન આગામી ત્રણ દિવસ 38 ડિગ્રીથી વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં આગામી 3 દિવસમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત રાત્રિના 20.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો વધારો થયો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી ભરતી વિવાદ: ઓછી અરજીઓ માન્ય ગણાતા ગોઠવણના આક્ષેપ, સત્તાધીશોનો ઈનકાર
ADVERTISEMENT
શહેર- તાપમાન (ડિગ્રીમાં)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.