ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 60થી વધુ PIની બદલી-પોસ્ટિંગ
Last Updated: 12:12 PM, 8 April 2026
ADVERTISEMENT
Ahmedabad Police : અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. શહેર પોલીસમાં કુલ 63 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની સામૂહિક બદલી અને નવી નિમણૂંકના આદેશો જાહેર થયા છે. આ ફેરફારો હેઠળ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિભાગો જેમ કે સાયબર ક્રાઈમ, EOW, ટ્રાફિક અને ક્રાઈમ બ્રાન્ચમાં વ્યાપક પરિવર્તન કરવામાં આવ્યા છે. અનેક PIને જુદા જુદા પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અધિકારીઓને અન્ય જિલ્લાઓમાંથી અમદાવાદમાં લાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ થયેલી આર.જી. સિંધુની બદલીને રદ કરવામાં આવી છે. આ નિર્ણય સંયુક્ત પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચની રજૂઆતના આધારે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાં મૂકી પછી તેમની નવી જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવી છે. સાથે જ, તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT

ADVERTISEMENT
નોંધનીય છે કે, 29 માર્ચથી 7 એપ્રિલ 2026 દરમિયાન અનેક અધિકારીઓએ તેમની નવી ફરજ સંભાળી પણ લીધી છે. ચૂંટણી પહેલા પોલીસ તંત્રને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે આ પ્રકારના ફેરફારો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બદલાવથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સશક્ત બને તેવી અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT