ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના લાઠીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, 2 શખ્સોએ સંબંધ બાંધવાનું દબાણ કર્યું, ન્યૂડ ફોટો-વીડિયો પાડ્યાં
Last Updated: 12:37 PM, 31 August 2026
ADVERTISEMENT
અમરેલીના લાઠીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સગીરાના ન્યૂડ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બે આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય 2 આરોપીઓએ શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. દામનગર પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની વિવિધ ગુન્હો નોંધાયો હતો. દામનગર પોલીસે ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ચાલતી બસમાં સગીરા સાથે ગેંગરેપ
ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. કાશ્મીરી ગેટ વિસ્તારમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. સ્લીપર બસમાં 16 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર થયો હતો. દિલ્હી પોલીસે કાર્યવાહી કરીને બસ ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરી છે. આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની હોવાનું કહેવાય છે. પોલીસે બસ ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી છે. પીડિતા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી અને 11મા ધોરણમાં ભણે છે. વિદ્યાર્થીની તેના પરિવારને જાણ કર્યા વિના નોઈડા આવી ગઈ હતી.
ADVERTISEMENT
પરિવાર સાથે ઝગડો કરીને નીકળી હતી
વિદ્યાર્થીની તેના પરિવારથી નારાજ થઈને ઘરેથી નીકળી ગઈ હતી અને નોઈડામાં તેના પિતરાઈ ભાઈના ઘરે જઈ રહી હતી. ભારે વરસાદ અને અંધારાને કારણે, તે ભૂલથી પરી ચોક પર ઉતરી ગઈ. તે જ સમયે, એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ. વિદ્યાર્થીનીએ બસને રોકવાનો સંકેત આપ્યો અને બસ ઉભી રહી ગઈ. ડ્રાઈવર અને કંડક્ટરે તેણીને કહ્યું કે તેઓ નોઈડા સેક્ટર 63 જઈ રહ્યા છે. એવો આરોપ છે કે બસ ચાલુ થયાના થોડા સમય પછી, કંડક્ટરે પીડિતા તરફ અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું. પીડિતાના જણાવ્યા મુજબ, ડ્રાઈવર અને કંડક્ટરે તેના પર બળાત્કાર ગુજાર્યો અને જો તેણીએ પ્રતિકાર કર્યો તો તેને મારી નાખવાની ધમકી આપી.
ADVERTISEMENT
પીડિતાએ કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ADVERTISEMENT
આરોપીઓએ મોડી રાત્રે કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગ રોડ પર પીડિતાને છોડી દીધી અને ભાગી ગયો. ગભરાયેલા વિદ્યાર્થીએ કાશ્મીરી ગેટ પોલીસનો સંપર્ક કર્યો અને ઘટનાની જાણ કરી. પોલીસે તિમારપુરમાં બસ પાર્કિંગમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી. ઘટનામાં વપરાયેલી સ્લીપર બસ જપ્ત કરવામાં આવી છે અને તેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT