બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Extra / સરકારી કંપનીમાં 10 ધોરણ પાસ માટે નોકરીની શાનદાર તક, છેલ્લી તારીખ પહેલા કરો એપ્લાય

ભરતી / સરકારી કંપનીમાં 10 ધોરણ પાસ માટે નોકરીની શાનદાર તક, છેલ્લી તારીખ પહેલા કરો એપ્લાય

Last Updated: 09:21 PM, 16 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેજના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં કુલ 71 પદો પર ભરતી પાડવામાં આવી છે. જેમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 નવેમ્બર 2024 છે.

જે લોકો સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે એક મોટી તક આવી છે. આ ભરતીમાં 10 પાસ ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે. મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેજના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં અનેક જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે. જ્યાં સ્કેફોલ્ડર અને સેમી સ્કીલ્ડ રીગરની ભરતી કરવાની છે. રસ ધરાવતા ઉમેદવારો કોચીન શિપયાર્ડની અધિકૃત વેબસાઇટ, cochinshipyard.in પર જઈને ફોર્મ ભરી શકે છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 13 નવેમ્બર 2024થી થઈ ગઈ છે. ઉમેદવારો 29 નવેમ્બર 2024 સુધી અરજી કરી શકશે. અહીંયા કુલ 71 પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. જેમાં સ્કેફોલ્ડરની 21 જગ્યા અને સેમી સ્કિલ્ડ માટે 50 જગ્યાઓ પર ભરતી કરાશે.

PROMOTIONAL 4
  • યોગ્યતા
    સ્કેફોલ્ડર પોસ્ટ્સ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે. જ્યારે, ચોથા પાસ ઉમેદવારો સેમી સ્કિલ્ડ રિગર પોસ્ટ્સ માટે ફોર્મ ભરી શકે છે.
  • વય મર્યાદા અને ફી
    અહીંયા ફોર્મ ભરવા માટે મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. SC અને ST ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી રાખવામાં આવી. તો બીજા અરજદારોએ અરજી ફી તરીકે 200 રૂપિયા ભરવાના રહેશે.
  • પસંદગી અને પગાર
    કોચીન શિપયાર્ડની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી પ્રેક્ટિકલ અને ફિઝિકલ ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ વર્ષે 22,100 રૂપિયા બીજા વર્ષે 22,800 રૂપિયા અને ત્રીજા વર્ષે 23,400 રૂપિયાનો માસિક પગાર આપવામાં આવશે. આ ઉપરાંત વધારાના કામકાજ માટે કમ્પેનસેશન આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shipyard Recruitment Scaffolder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ