બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 7 દિવસમાં જવાબ નહીં આપ્યો તો...! LPGને લઇ સૌથી મોટા સમાચાર
Last Updated: 03:58 PM, 12 May 2026
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ટેક્સ રેકોર્ડ અને એનર્જી ડેટાબેઝના એકીકરણ અંગે એક નવી જાહેરાત કરી છે. તેણે LPG સબસિડી અંગે અભિયાન વધુ તેજ બનાવી છે. આ પહેલ હેઠળ, ત્રણ મુખ્ય જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ (OMC), ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL એ ગ્રાહકોને અંતિમ નોટિસ આપવાનું શરૂ કર્યું છે જેમની ઘરની આવક સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે.
ADVERTISEMENT
શું છે નવા નિયમ અને કાર્યવાહી?
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, તેલ અને ગેસ કંપનીઓ હવે તેમના LPG ગ્રાહકોના ડેટાબેઝને આવકવેરા વિભાગના રેકોર્ડ સાથે સીધો ક્રોસ-મેચ કરી રહી છે. આ ચકાસણી પ્રક્રિયા એવા કિસ્સાઓને ઓળખે છે જ્યાં યઝર્સ અથવા સંબંધી પરિવારના સભ્ય જેમ કે જીવનસાથીની કુલ ટેક્સેબલ ઇનકમ પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ રુપિયાની મર્યાદા કરતાં વધી ગઈ હોય.
ADVERTISEMENT

કોની બંધ થશે સબસિડી?
ADVERTISEMENT
આનો અર્થ એ થયો કે જો કોઈ પરિવારની ટેક્સેબલ ઇનકમ 10 લાખ રુપિયાથી વધુ હોય, તો તેમને LPG સબસિડી આપવામાં આવશે નહીં, અને સબસિડી 7 દિવસની અંદર બંધ કરવામાં આવશે. આને ટાળવા માટે, તમારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ડેટા ક્રોસ-રેફરન્સ કરીને તેલ કંપનીઓ આવા વ્યક્તિઓને મેસેજ એલર્ટ મોકલી રહી છે. આ વ્યક્તિઓને મોકલવામાં આવી રહેલા મેસેજમાં જણાવાયું છે કે, ઉપલબ્ધ આવકવેરા રેકોર્ડ અનુસાર, તમારી કુલ ટેક્સેબલ ઇનકમ 10 લાખ રુપિયાની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ પ્રતિસાદ ન મળે, તો LPG સબસિડી બંધ થઈ શકે છે.
શું કરવુ પડશે?
ADVERTISEMENT
સબસિડી આપમેળે નિષ્ક્રિય ન થાય તે માટે વ્યક્તિઓ પાસે નોટિસ મળ્યાની તારીખથી સાત દિવસનો સમય છે. જેથી તેઓ કાર્યવાહી કરી શકે. જો તમારી ટેક્સેબલ ઇનકમ ઓછી હોય, તો તમારે 1800-2333-555 પર રાષ્ટ્રીય ટોલ-ફ્રી હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ અથવા તમારા સંબંધિત કંપનીઓના પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.
આ પણ વાંચોઃ NEET UG પરીક્ષા રદ તો થઇ ગઇ, પરંતુ અરજીનું શું? જાણો આગળની પ્રોસેસ
ADVERTISEMENT
જો એક અઠવાડિયાની અંદર કોઈ જવાબ ન મળે, તો સબસિડી જે PAHAL (DBTL) યોજના હેઠળ આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં સીધી જમા થાય છે તે કાયમ માટે બંધ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.