બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NEET UG પરીક્ષા રદ તો થઇ ગઇ, પરંતુ અરજીનું શું? જાણો આગળની પ્રોસેસ
Last Updated: 02:40 PM, 12 May 2026
સરકારે આ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટીગેશનને સોંપી છે. વિદ્યાર્થીઓને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની અથવા ફરી ફી ભરવાની જરૂર નહીં પડે. પહેલાથી જ ભરાયેલ માહિતી માન્ય ગણાશે અને ફી પણ પરત કરવામાં આવશે.
ADVERTISEMENT
NEET પેપર લીક મામલે જેનો ડર હતો તે જ થયું છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ NEET UG 2026ની પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. હવે આ પરીક્ષા ફરી લેવામાં આવશે. સાથે જ સમગ્ર મામલાની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનની એન્ટ્રી પણ થશે. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં ઘણા સવાલો ઊભા થયા છે. નવી પરીક્ષા ક્યારે થશે? શું ફરીથી અરજી કરવી પડશે? જૂનું રજિસ્ટ્રેશન માન્ય રહેશે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ ટૂંક સમયમાં NTA દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
સૌ પ્રથમ NEET UG 2026 પરીક્ષા અંગે લેવાયેલા નિર્ણયને સમજીએ. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ 3 મે 2026ના રોજ લેવાયેલી NEET UG પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીક અને ગડબડીના આરોપોને કારણે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. NTAનું કહેવું છે કે હાલની પરીક્ષા પ્રક્રિયા પર વિશ્વાસ જાળવી રાખવો મુશ્કેલ હતો તેથી પરીક્ષા રદ કરવી જરૂરી બની હતી.
ADVERTISEMENT
NTAએ સ્પષ્ટ કહ્યું છે કે હવે NEET UG પરીક્ષા ફરી લેવામાં આવશે. જોકે નવી પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પેપર લીકકાંડને કારણે અને પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ NEET UG એક્ઝામ રદ, મામલો પહોંચ્યો CBI, જાણો કેમ લેવાયો મહત્વનો નિર્ણય
ADVERTISEMENT
નેશનલ ટેસટીંગ એન્જસીએ હજુ નવી પરીક્ષા તારીખ જાહેર કરી નથી. NTAનું કહેવું છે કે નવી પરીક્ષા તારીખ અને એડમિટ કાર્ડનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓની રિપોર્ટ બાદ મામલો ગંભીર બન્યો હતો. હવે સમગ્ર તપાસ Central Bureau of Investigation ને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
હા, NTAએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા રદ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓનું જૂનું રજિસ્ટ્રેશન માન્ય રહેશે. પરીક્ષા કેન્દ્ર માટે પસંદ કરાયેલા વિકલ્પો પણ યથાવત રહેશે.
ના, વિદ્યાર્થીઓને NEET UG 2026ની ફરી પરીક્ષા માટે નવી અરજી કરવાની જરૂર નહીં પડે.
ના, ઉમેદવારો પાસેથી ફરી કોઈ પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. પહેલેથી જ ભરાયેલી ફી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે.
NTAએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. એજન્સી ટૂંક સમયમાં નવી તારીખ, એડમિટ કાર્ડ અને અન્ય માહિતી જાહેર કરશે.
આ પરીક્ષા 3 મેના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર યોજાઈ હતી. આ વર્ષે લગભગ 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.