બેંક ઓફ બરોડાએ વિવિધ વિભાગોમાં 100 થી વધુ જગ્યાઓ માટે ભરતી પાડી છે. જેમાં અરજી કરવાની પ્રક્રિયા 17 નવેમ્બર 2025 થી શરૂ થશે. જેમાં ઉમેદવારો બેન્કની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
- કઈ જગ્યાઓ ભરવામાં આવશે?
બેંક ઓફ બરોડાએ 115 સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદો માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં પ્રોજેક્ટ મેનેજર, લૉ ઓફિસર, IT ઓફિસર, AI ડેવલપર્સ, ડેટા સાયન્ટિસ્ટ, સિવિલ એન્જિનિયર્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ જેવા પદો સામેલ છે.

- શૈક્ષણિક લાયકાત
આ ભારતીમાં ફોર્મ ભરવા ઉમેદવારો પાસે 60% ગુણ સાથે BE કે B.Tech (કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલ, IT, ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન્સ) કરેલું હોવું જરૂરી છે. આ સિવાય ટેકનિકલ સર્ટિફિકેટ જરૂર હોય તેવા પદો માટે Oracle Certified Professional કે Oracle Certificate પણ ફરજીયાત રહેશે. ઘણી જગ્યાઓ માટે સંબંધિત ક્ષેત્રમાં અનુભવ પણ જરૂરી છે.
- અરજી ફી કેટલી ?
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી ફીના 850 રૂપિયા લેવામાં આવે છે જ્યારે ST, SC અને PwBD કેટેગરીના ઉમેદવારોએ 175 રૂપિયા ભરવાના રહેશે. આ ફી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.
- ઉમેદવારોએ પહેલા બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ પર જવું.
- જ્યાં કરિયર સેક્શન પર ક્લિક કરવું.
- પછી તમને સંબંધિત ભરતી નોટિફિકેશન મળશે.
- અહીંયા એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરવું.
- જ્યા તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સરનામું દાખલ કરીને રજીસ્ટ્રેશન કરવું.
- લોગ ઇન કર્યા બાદ ફોર્મમાં તમારી ડીટેલ ભરો.
- તમારા ફોટોગ્રાફ, સહી અને ડિગ્રી સહિતના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ચૂકવી ફોર્મ સબમિટ કરવું અને ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ