બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / ચશ્મા ન્યાયની ઓળખ હતા, ફેશનની નહીં, જાણો સનગ્લાસનો રસપ્રદ ઈતિહાસ
Last Updated: 09:35 PM, 12 November 2024
દરેક લોકોએ જીવનમાં એક વખત તો સનગ્લાસ પહેર્યા જ હશે. અત્યારે તે ફેશન એક્સેસરીઝના રીતે ફેસમ છે. પરંતુ તેની શરૂઆત ફેશન માટે નહીં પણ બીજા હેતુથી કરવામાં આવી હતી. સનગ્લાસનો ઉપયોગ પહેલા ક્યાં અને ક્યારે થયો હતો? તે વિશે આ આર્ટિકલમાં જાણવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
સનગ્લાસનો ઈતિહાસ સદીઓ જૂનો છે. પ્રાચીન સમયમાં અલગ અલગ સંસ્કૃતિઓમાં લોકો આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરતા હતા. આધુનિક સનગ્લાસ ધીરે ધીરે વિકસિત થયા છે અને અત્યારે તે સમગ્ર વિશ્વમાં ફેશનનો હિસ્સો બની ગયો છે. પરંતુ તેનો ઇતિહાસ ફેશનને બદલે ન્યાય સાથે જોડાયેલ છે.
ADVERTISEMENT
સનગ્લાસની શોધના ઇતિહાસ અંગે ઘણા મતભેદો છે. અમુકનું માનવું છે કે તે 1282 અને 1286ની વચ્ચે ઇટાલીમાં બનાવવામાં આવ્યા હતા, તો કેટલાક માને છે તેની શોધ 13મી સદીની આસપાસ થઇ હતી, પરંતુ સૌથી વધુ સ્વીકૃત સિદ્ધાંત સનગ્લાસની ઉત્પત્તિ ચીનમાં થઈ હોવાનો છે. એવું માનવામાં આવે છે કે તેની શોધ 12મી સદીમાં ચીનમાં થઈ હતી. બાદમાં 1430ની આસપાસ તે ઈટાલી પહોંચ્યા હતા. અહીંથી તેઓ વિશ્વમાં ફેલાયા હતા.
સનગ્લાસનો પ્રથમ વખત ઉપયોગ 12મી સદીમાં ચીનમાં કરાયો હતો. ધુમાડાના રંગના ક્વાર્ટઝથી બનેલા આ ચશ્મા સૌ પહેલા ચીનના ન્યાયાધીશો પહેરતા હતા. તેઓ સાક્ષીઓની પૂછપરછ વખતે તેમની લાગણીઓ છુપાવવા માટે આ ચશ્મા પહેરતા હતા. ધીરે ધીરે આ ચશ્મા ચીનમાં ફેશન સ્ટેટમેન્ટ બની ગયા. જેને ફક્ત અમીર લોકો પહેરતા હતા. પરંતુ ચીનની અદાલતોમાં આ ચશ્મા સામાન્ય બની ગયા હતા. જ્યારે પણ ન્યાયાધીશ ચુકાદો આપતા અથવા સાક્ષીઓની પૂછપરછ કરતા ત્યારે તે ચશ્મા પહેરતા હતા, જેથી કોઈ જજની ભાવનાઓને સમજી ન શકે.
વર્ષ 1430માં, ચીને ઇટાલીમાં સનગ્લાસ રજૂ કર્યા હતા. 18મી સદીમાં જેમ્સ એસકોફે તે ચશ્મા સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે લેન્સને લીલો કે વાદળી રંગમાં બદલીને દ્રષ્ટિની ખામી સુધારી શકાય છે, પરંતુ તે ધારણા પાછળથી ખોટી સાબિત થઈ હતી.
બાદમાં 20મી સદીની શરૂઆતમાં સનગ્લાસ ધીરે ધીરે લોકપ્રિય થવા લાગ્યા. ફિલ્મ સ્ટાર્સે સ્ટુડિયોની તેઝ લાઇટોથી આંખોને બચાવવા માટે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, પછી તે ફેશનનો એક મહત્વનો ભાગ બની ગયો. વર્ષ 1929માં, સેમ ફોસ્ટરે અમેરિકામાં મોટા પ્રમાણમાં સનગ્લાસનું પ્રોડક્શન શરૂ કર્યું અને એટલાન્ટિક સિટી બોર્ડવોક પર તેની પ્રથમ જોડી વેચી હતી.
વર્ષ 1930 સુધીમાં તો સનગ્લાસ અમેરિકામાં લોકપ્રિય ફેશન ટ્રેન્ડ બની ગયા. તો વર્ષ 1936માં, એડવિન લેન્ડે પોલરોઇડ ફિલ્ટરની શોધ કરી જે સનગ્લાસને હાનિકારક યુવી કિરણોથી આંખોનું રક્ષણ કરી શકતું હતું. આ શોધે સનગ્લાસને માત્ર ફેશન માટે જ નહીં પણ આંખની હેલ્થ માટે પણ મહત્વના બનાવી દીધા. અત્યારે વિશ્વભરમાં દરેક ઉંમરના લોકો તેને પહેરવાનું પસંદ કરે છે. તે આંખોને તડકાથી પણ બચાવે છે સ્ટાઈલીસ પણ લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુપરહિટ રિચાર્જ પ્લાન / 49 કરોડ Jio યુઝર્સનું ટેન્શન દૂર, ડેટા લવર્સ માટે 90 દિવસનો સુપરહિટ રિચાર્જ પ્લાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.