બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ટેટૂથી જીવલેણ બીમારીનો ખતરો, અહીં સામે આવ્યા ઢગલાબંધ કેસ, સાવધાન રહેવામાં જ શાણપણ
Last Updated: 08:31 PM, 12 November 2024
ટેટૂ લવરો માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જી હાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં જિલ્લા મહિલા હોસ્પિટલમાં પ્રિ-ડિલિવરી ટેસ્ટિંગ દરમિયાન છેલ્લા ચાર વર્ષમાં 68 જેટલી મહિલાઓ એચઆઇવી સંક્રમિત મળી આવી છે. કાઉન્સેલિંગ દરમિયાન આમાંથી 20 મહિલાઓએ જણાવ્યું કે તેમને શંકા છે કે તેમના શરીર પર ટેટૂ કરાવવાને કારણે તેમને ચેપ લાગ્યો છે. આ તમામ મહિલાઓએ રોડસાઇડ ટેટૂઇસ્ટ દ્વારા ટેટૂ કરાવ્યા હતા, ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ દર વર્ષે 15 થી 20 મહિલાઓ આ રીતે સંક્રમિત જોવા મળે છે, જો કે ચેપગ્રસ્ત મળી આવેલી તમામ મહિલાઓને સુરક્ષિત ડિલિવરી આપવામાં આવી છે. નિષ્ણાતોના મતે, ટેટૂ કરાવવાથી ચેપ લાગતો નથી, પરંતુ જો એક જ સોયથી એકથી વધુ લોકો ટેટૂ કરાવે છે, તો ચેપનું જોખમ વધારે છે. જો ટેટૂ કરાવનાર વ્યક્તિ એ જ સોયનો ફરીથી ઉપયોગ કરે તો તેનાથી HIVનું જોખમ વધી શકે છે. પરંતુ ગાઝિયાબાદમાં એક સાથે આટલી બધી મહિલાઓને સંક્રમિત થયા બાદ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ટેટૂ કરાવવાથી HIV કે AIDS જેવા ચેપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી છે. તેમણે સમજાવ્યું કે જો ટેટૂ કરાવતી વખતે સ્વચ્છતા અને સલામત સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો ચેપનું જોખમ લગભગ નહિવત્ બની જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે અસુરક્ષિત સોય અથવા દૂષિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સમસ્યા ઊભી થાય છે.
વધુ વાંચો : ઇમ્યુનિટી વધારવા શરદીની સિઝનમાં ખાવાનું શરૂ કરો આ 5 સુપરફૂડ્સ, આવી જશે ઘોડા જેવી તાકાત
નિષ્ણાંતોએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી અને કહ્યું કે ટેટૂ હંમેશા પ્રમાણિત અને સ્વચ્છ ટેટૂ પાર્લરમાંથી જ કરાવવા જોઈએ. આ સાથે ચેપથી બચવા માટે ટેટૂ પછી યોગ્ય કાળજી અને સ્વચ્છતા પણ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT