બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજની ગોઝારી ઘટનાથી અનેક પરિવારના માળા વિખાયા, ઈજાગ્રસ્તોની અને મૃતકોની યાદી આવી સામે
Last Updated: 02:18 PM, 9 July 2025
9 જુલાઈ 2025ની વહેલી સવારે ગુજરાત માટે એક ભયાનક સમાચાર છે. આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં ભારે હાહાકાર મચી ગયો છે. આ બ્રિજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ હતો. બ્રિજના તૂટી પડતાં સમયે તેના ઉપરથી પસાર થઈ રહેલા અનેક વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા, જેમાં બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ઘટનાની જાણ થતાં તરત જ સ્થળ પર વહીવટીતંત્ર, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હજી પણ વહેતી નદીમાંથી વાહનો તથા મૃતદેહોને શોધવાનું કામ સતત ચાલુ છે. અત્યાર સુધીમાં 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
ADVERTISEMENT
ગંભીરા બ્રિજ દુર્ઘટના: દરિયાપુરા ગામના 9 લોકો બગદાણા જતાં હતા માત્ર એક મહિલા બચી#vadodarabridge #vadodara #anand #gujaratbridgecollapse #anandvadodarabridge #vadodaraanadbridge #gujaratinews #vtvdigital pic.twitter.com/k6gFqFG6TQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2025
ADVERTISEMENT
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. સવારે બ્રિજ તૂટી પડતાં પુલ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મળેલી માહિતી મુજબ ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઓળખવામાં આવી ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના દુર્ભાગ્યપૂર્ણ મોત થયા છે. મૃતકોમાં વિશાળ દુખદ સમાચાર એ છે કે એક જ પરિવારના અનેક સભ્યોને જીવ ગુમાવવો પડ્યો છે. મૃતકની યાદી મુજબ
ADVERTISEMENT

આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને કંપાવી મૂક્યું છે. હાલ સ્થળ પર બચાવ કામગીરી યથાવત છે. NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા મળીને બચાવ કામ ચાલી રહ્યું છે. આ દુર્ઘટના પછી જુના પુલોની હાલત અંગે પણ રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે. આજે જે ઘટના બની, તે ભવિષ્યમાં ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવા અને બધા જૂના પુલોની સમીક્ષા કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.