બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : વાહનો પડતા જોયા, ધરતીકંપ જેવી ફિલિંગ આવી, પ્રત્યક્ષદર્શીએ ગંભીરા બ્રિજની ઘટના અંગે જુઓ શું કહ્યું?
Last Updated: 02:05 PM, 9 July 2025
Gambhira Bridge News: આજે વહેલી સવારે ગંભીરા બ્રિજની દુર્ઘટનાના જે લોકો સાક્ષી હતા તેમણે જોયેલી ઘટના તેમણે વર્ણવી છે. આ ઘટના તેમના માટે ખૂબ જ આઘાતજનક હતી. તેમને બ્રિજ ઉપર જ ધરતીકંપનો અહેસાસ થયો હતો તો બીજી તરફ તેમની નજર સામે જ તેમણે એક પછી એક ગાડીઓને બ્રિજમાં ખાબકતાં જોઈ હતી.
ADVERTISEMENT
બ્રિજ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હતો. જેમાં વાહનોને પુલમાં પડતાં જોઈને અમુક લોકો થથરીને ભાગી ગયા હતા. બાઈક પરથી કૂદીને આબાદ બચનાર યુવાનો અને ગાડી સાથે બ્રિજ નીચે પાણીમાં ખાબક્તા પ્રત્યક્ષદર્શીઓએ ઘટના સમયના દ્રશ્યો વર્ણવ્યા હતા.
'મેં એક પીક અપ, ઈકો, ટ્રક પડતાં જોઈ..', ગંભીરા બ્રિજ દુર્ઘટનાને નજરે જોનારાની આપવતી#vadodarabridge #vadodara #anand #gujaratbridgecollapse #anandvadodarabridge #vadodaraanadbridge #gujaratinews #vtvdigital pic.twitter.com/FNasjY86f6
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2025
ADVERTISEMENT
'પોપડો ગબડ્યો ને પડ્યો તો અમે બાઇક છોડી નાઠા' - મુકેશ શર્મા
આ બ્રિજ દુર્ઘટનાને આંખે જોનાર મુકેશ શર્માએ જણાવ્યું કે અમે એક પોપડો ઊખડીને ગબડતા જોયો અને પછી તે પોપડો નીચે પડતાં અમે બાઇક મૂકીને ભાગી ગયા. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વાહનો વધી જવાને કારણે આ ઘટના થઈ. તેણે પોતાની સામે એક પીક અપ, ઇકો અને ટ્રક પડતાં જોઈને અમે થથરી ગયા તે ખૂબ ડેન્જર હતું.
ADVERTISEMENT
ઘટનાને આંખે જોનાર અને રેસ્ક્યૂ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે એક પોપડો નીચે પડ્યો અને ધબાધબ ગાડીઓ નીચે પડી. પુલના બીજા છેડેથી પણ ત્રણ ગાડીઓ નીચે પટકાઇ. આ જેવુ અમે જોયું કે તરત જ અમે બચાવ કામગીરીએ લાગી ગયા. સવારના સાત વાગ્યાથી સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છીએ. તેઓએ બે ટ્રક, એક ઇકો, એક પિકઅપ, એક સીએનજી અને બે બાઈક સવારોને નીચે પટકાતા જોયા હતા.
સ્થાનિકો રેસ્ક્યૂ કામગીરી પર અકળાયા, કહ્યું 3 કલાક થયા પણ કોઈ રેસ્ક્યૂ નથી કરતું
ADVERTISEMENT
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સ્થાનિકો રેસ્ક્યૂ કામગીરી પર અકળાયા, કહ્યું 3 કલાક થયા પણ કોઈ રેસ્ક્યૂ નથી કરતું#vadodarabridge #vadodara #anand #gujaratbridgecollapse #anandvadodarabridge #vadodaraanadbridge #gujaratinews #vtvdigital pic.twitter.com/t7F8orOIZ7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2025
તો લોકો તંત્રની કામગીરીને પગલે પણ રોષે ભરાયા હતા. એક વયક્તિનો આખો 7 લોકોનો પરિવાર બ્રિજમાં ડૂબ્યો હતો અને સમયસર તેમણે રેસ્ક્યૂ કરવાવાળું કોઈ મળ્યું નહોતું.
ADVERTISEMENT
જાણે ધરતીકંપ થયો હોય તેવો અનુભવ
આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેઓ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક બ્રેક મારવી પડી કારણ કે પુલ એકદમ તૂટી પડ્યો હતો. તેમણે કહ્યું કે 'પાંચ-છ વાહનો પડી ગયા, અમે બ્રેક મારી એટલે બચી ગયા. પુલના બે ભાગ તૂટ્યા. અમે બાઈક પરથી કૂદી ગયા. તે સમયે લાગ્યું કે જાણે ધરતીકંપ થઈ રહ્યો હોય તેવો માહોલ હતો. આ દુર્ઘટનામાં એક રિક્ષા, બાઈક અને ગાડી પુલ પરથી નીચે પડ્યા હતા. પરંતુ બાઇક પર સવાર તેમના ત્રણ મિત્રોનો આબાદ બચાવ થયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક રૂટ ડાયવર્ટ કરાયા, વાહનચાલકોએ 40 કિ.મી. ફરીને જવું પડશે

અન્ય એક આ ઘટનાને નજરે જોનાર રવીન્દ્ર જણાવે છે કે તેઓ અમદાવાદથી જઈ રહ્યા હતા. દુર્ઘટના અંગે વધુમાં તેમણે જણાવ્યું કે ટ્રાફિક જયાં હતો અને બ્રિજ પર તેમણે હળવા આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો. હું ટ્રાફિકમાં હતો ઘ્યાને દૂર પણ છતાં મે જોયું કે કમસે કમ 20-25 માણસો આ બ્રિજમાં પડ્યા હતા.
'બ્રિજ પર ખાડાના કારણે ટ્રાફિક થઈ ગયો હતો અચાનક..', પ્રત્યક્ષદર્શીએ ગંભીરા બ્રિજની ઘટના અંગે જુઓ શું કહ્યું?#vadodarabridge #vadodara #anand #gujaratbridgecollapse #anandvadodarabridge #vadodaraanadbridge #gujaratinews #vtvdigital pic.twitter.com/FP6aIdEKYp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 9, 2025
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.