બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક રૂટ ડાયવર્ટ કરાયા, વાહનચાલકોએ 40 કિ.મી. ફરીને જવું પડશે

વૈકલ્પિક રૂટ / ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક રૂટ ડાયવર્ટ કરાયા, વાહનચાલકોએ 40 કિ.મી. ફરીને જવું પડશે

Priyankka Triveddi

Last Updated: 02:08 PM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બુધવારે સવારે મધ્ય ગુજરાતને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા બ્રિજ તૂટી પાડવાની ઘટનાને પગલે હવે રૂટ ડાયવર્ટ કરવાની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે હવે આ બ્રિજ પરથી પસાર થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

Gambhira Bridge Route Divsersion: મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પાડવાની દુર્ઘટના બની હતી. કહેવાય છે કે આ બ્રિજ ઉપર રોજ ટ્રક, બાઇક જેવા અનેક વાહનો પસાર થતાં હોય છે. આજે સવારે પણ બ્રિજ તૂટી પાડવાની ઘટનાને પગલે વાહનો મહીંસાગર નદીમાં ખાબક્યા હતા. ત્યારે હવે રહી રહીને જાગેલા તંત્રએ હવે આ તૂટેલા બ્રિજ ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેર કર્યું છે.

અસ્થાયી સમય માટે બ્રિજ પર પ્રતિબંધ

આજથી તા.9 જુલાઈથી ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધિત રૂટ પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

bridge

ડાયવર્ટ કરેલો રૂટ

ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જોઈએ તો તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. તદ ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને જવા જણાવવામાં આવ્યું છે.

optional-route

વાહનચાલકો એ 40 કિલોમીટર ફરીને જવું પડશે

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. દુર્ઘટનાને પગલે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ લોકોને સથાનિક તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બંને તરફથી વાહનોની અવરજવર પર અસર થઈ છે. સિટી અને જિલ્લા પોલીસ દ્વારા વડોદરા અને આણંદ તરફથી આવતો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. આ રૂટ પરથી પસાર થતાં દરેક વાહનચાલકોને અંદાજે 40 કિલોમીટર ફરીને જવું પડશે.

Gmabhira-7

તો બીજી તરફ ભારે એટલે કે મોટા વાહનોને વાસદના રસ્તે થઈને જવું પડશે. એટલે તેમને લગભગ 60 કિલોમીટર જેટલું ફરીને જવું પડશે.

આ પણ વાંચો: ગંભીર બ્રિજ દુર્ઘટના: મૃતકોથી લઇને ઈજાગ્રસ્તો માટે રાજ્ય-કેન્દ્ર સરકારની સહાય જાહેર, અપાશે આટલા લાખ

Vtv App Promotion 2

બ્રિજ બંધ કરવાના જાહેરનામા સાથે એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર થશે. તો બીજી તરફ આ બ્રિજ ક્યારે સમારકામ થઈને ચાલુ થશે તે વિશે પણ લોકો અજાણ છે. આ હાલાકી ક્યાં સુધી ભોગવવી પડશે તે ખબર નથી. પરંતુ હાલ આ બ્રિજમાં ડૂબેલા વાહનોના રાહત કરી અને બચાવ કાર્ય ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gambhira Bridge News Bridge Route Diversion Traffic Diversion for Safety
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ