બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીર બ્રિજ દુર્ઘટના: મૃતકોથી લઇને ઈજાગ્રસ્તો માટે રાજ્ય-કેન્દ્ર સરકારની સહાય જાહેર, અપાશે આટલા લાખ
Last Updated: 01:18 PM, 9 July 2025
9 જુલાઈ 2025ની વહેલી સવારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચી ગયો. આ બ્રિજ આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક મહીસાગર નદી પર આવેલો છે. બ્રિજ તૂટી પડતાં ઉપરથી પસાર થઈ રહેલા વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા. જેમાં બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા શામેલ હતા.
ADVERTISEMENT

આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના દૂઃખદ મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બનતાની સાથે જ મુજપુર અને આસપાસના ગામોના લોકો ટોળેટોળા કરીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેટલાક લોકોએ પોતાની જાતે પણ બચાવ કામગીરીમાં ભાગ લીધો અને નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને લોકોને બચાવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય…
ADVERTISEMENT
ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને PM નરેન્દ્ર મોદી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે સહાયની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારમાં સંપૂર્ણ સંવેદનાની સાથે ઉભા છે અને તમામ જરૂરી મદદ આપશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ₹4 લાખની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત, દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા દરેક વ્યક્તિને ₹50,000ની તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવશે તેમજ તમામ સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે.
The loss of lives due to the collapse of a bridge in Vadodara district, Gujarat, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
— PMO India (@PMOIndia) July 9, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…
ADVERTISEMENT
અહીં નોંધનીય છે કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને સ્થાનિક લોકોને તેના તૂટી પડવાની આશંકા પણ હતી. છતાં, સમયસર રિપેરિંગ કે નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી, જેને લીધે આજે આ ગંભીર ઘટના ઘટી. ગંભીરા બ્રિજ થોડો સમયથી 'સુસાઇડ પોઇન્ટ' તરીકે પણ ઓળખાતો હતો, જેના કારણે ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને ચેતવણીના બોર્ડ લગાવેલા હતા. હવે આ દુર્ઘટના પછી આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેની મહત્વની માર્ગસંકળા તૂટી ગઈ છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગંભીરા બ્રિજ દુર્ઘટના: PM મોદીએ ઘુમાવ્યો CMને ફોન, મુખ્યમંત્રીએ આપી જાણકારી
ADVERTISEMENT
હાલમાં ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ છે અને વહેતી નદીમાંથી વાહનો અને શંકાસ્પદ મૃતદેહો શોધવાનું કામ ચાલુ છે. સ્થળ પર વહીવટીતંત્ર, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો સતત કાર્યરત છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે તમામ જૂના પુલોની તપાસ અને સમીક્ષા જરૂરી બનતી જણાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.