બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજ દુર્ઘટના: PM મોદીએ ઘુમાવ્યો CMને ફોન, મુખ્યમંત્રીએ આપી જાણકારી

અપડેટ / ગંભીરા બ્રિજ દુર્ઘટના: PM મોદીએ ઘુમાવ્યો CMને ફોન, મુખ્યમંત્રીએ આપી જાણકારી

Vidhata Gothi

Last Updated: 12:54 PM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gambhira Bridge News: આજે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જયારે 8 ને બચાવી લેવામાં આવ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે PM મોદીએ વિગતો મેળવી.

Gambhira Bridge News: ગુજરાતના વડોદરામાં મહિસાગર નદી પરનો ગંભીરા પુલ બુધવારે સવારે તૂટી ગયો. દુર્ઘટના સમયે વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. પુલ તૂટી પડ્યો ત્યારે બે ટ્રક, બે કાર અને એક રિક્ષા સહિત કુલ પાંચ વાહનો નદીમાં પડી ગયા. મળતી માહિતી અનુસાર, દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચુકી છે. જયારે મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને દુર્ઘટનાની માહિતી મેળવી છે. સાથે જ વડાપ્રધાન મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી માહિતી આપી

CM ભૂપેન્દ્ર પટેલએ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું,

"માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાનશ્રીએ બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી."

CM ભૂપેન્દ્ર પટેલે કરી પોસ્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાણકારી આપી. તેમણે લખ્યું,

"આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે. દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે."

તેમણે વધુમાં લખ્યું,

"આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. આ માટે ચીફ એન્જિનિયર - ડિઝાઇન તથા ચીફ ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે."
Vtv App Promotion 2

આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે, જેમાં 6 લોકોને પાદરાની હોસ્પિટલમાં અને 2 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમને હાઈ કમિટીને મોકલી કડક પગલાં લેવા સૂચના આપી છે. માહિતી પ્રમાણે, આ 45 વર્ષ જૂનો પુલ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્ત્વનો પુલ હતો.

આ પણ વાંચો: ગુજરાતના ગંભીરા બ્રિજના ગંભીર અકસ્માતની તસવીરો કેમેરામાં કેદ, Photosમાં જુઓ ખૌફનાક દ્રશ્યો

દુર્ઘટના બાદ લોકોએ વહીવટી તંત્ર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. લોકોએ જણાવ્યું કે 45 વર્ષ જૂના આ પુલને રિપેર કરવા માટે વહીવટી તંત્રને ઘણી વખત જાણ કરવામાં આવી. વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થવાને કારણે આજે આ દુર્ઘટના ઘટી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ દુર્ઘટના માટે સંપૂર્ણપણે વહીવટીતંત્ર જવાબદાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prime Minister Narendra Modi Gambhira Bridge News Chief Minister Bhupendra Patel
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ