ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગુજરાતના ગંભીરા બ્રિજના ગંભીર અકસ્માતની તસવીરો કેમેરામાં કેદ, Photosમાં જુઓ ખૌફનાક દ્રશ્યો

photo-story

11 ફોટો ગેલેરી

દુર્ઘટના / ગુજરાતના ગંભીરા બ્રિજના ગંભીર અકસ્માતની તસવીરો કેમેરામાં કેદ, Photosમાં જુઓ ખૌફનાક દ્રશ્યો

Last Updated: 10:42 AM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

9 જુલાઈની સવારે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજ તૂટી પડતા ભારે દુર્ઘટના સર્જાઈ છે.

1/11

photoStories-logo

1. ગંભીરા બ્રિજ

આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક આવેલા આ બ્રિજના એક ભાગે ભંગાણ આવતા ચાર વાહનો, જેમાં બે ટ્રક, એક પિકઅપ વાન અને એક બાઈક સામેલ છે, તે સીધા મહીસાગર નદીમાં ખાબક્યાં હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. ત્રણ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા

આ ઘટનામાં અત્યાર સુધીમાં બે વ્યક્તિના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ત્રણ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. સ્થાનિક લોકોના ટોળા તરત ઘટના સ્થળે ઉમટ્યા હતા અને પોલીસ સાથે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. સમારકામ અને નવા બ્રિજની માંગ કરી હતી

ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પહેલાથી જ ખરાબ સ્થિતિમાં હતો અને તેને ‘સુસાઇડ પોઇન્ટ’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. સ્થાનિક લોકોએ તેના સમારકામ અને નવા બ્રિજની માંગ ઘણી વખત કરી હતી, પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. બ્રિજ પર ખાડા

છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પર મોટાં ખાડાઓ થયા હતા અને ભારે વાહન પરિવહનને લઈને પણ સ્થિતિ બિનસુરક્ષિત બની હતી. આજે આખરે તેનો ભાગ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. ડ્રોન વીડિયો સામે આવ્યો

ડ્રોન વીડીયો દ્વારા પણ બ્રિજ તૂટી પડવાનું દૃશ્ય સ્પષ્ટ જોવા મળ્યું છે. NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. વડોદરા રેસ્ક્યૂ ટીમ સ્થળ પર

વડોદરાથી રેસ્ક્યુ ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની વિગત મેળવી છે અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર સાથે ચર્ચા કરીને સરકારને તમામ માહિતીને અવગત કરી છે. હવે કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મુસાફરોને મુશ્કેલી

આ દુર્ઘટનાથી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરોને મોટી મુશ્કેલી સર્જાઈ છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ તરફથી આવતા મુસાફરો માટે આ બ્રિજ સૌથી ટૂંકો માર્ગ હતો. બ્રિજ તૂટી પડતાં હવે લાંબો રસ્તો લેવો પડશે અને ટોલ પ્લાઝા પર લાંબી કતારો જોવા મળી શકે છે. આ દુર્ઘટના વાહન વ્યવહાર અને પ્રવાસન બંને પર ઊંડો અસર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ

બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે

સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. 3 મૃતદેહ બહાર કઢાયા

આ દુર્ઘટનામાં 3 મૃતદેહ બહાર કાઢાયા છે અને ટ્રક નીચે દબાયેલી ઇકો કારને પણ બહાર કાઢવાનું કાર્ય હજુ ચાલુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Vadodara Anand Bridge accident GambhiraBridgeCollpased
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ