ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના ગ્રોથનું અનુમાન વધાર્યું છે. ફિચે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 6.3 ટકાના દરે વૃદ્ધિ પામશે. આ પહેલા ફિચે 6 ટકાનો અંદાજ લગાવ્યો હતો.
સારા આઉટલુક અને વિકાસ દરના અનુમાન
ફિચે ભારતીય અર્થવ્યવસ્થાના સારા આઉટલુક અને પ્રથમ ત્રિમાસિકમાં સારા વિકાસ દરના અનુમાનના કારણે પોતાના રેટિંગ અનુમાનમાં સુધારો કર્યો છે. અગાઉ ફિચે માર્ચ 2023માં ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનું અનુમાન 6.2 ટકાથી ઘટાડીને 6 ટકા કર્યું હતું. ફિચે પોતાના અંદાજમાં કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાને ઊંચા ફુગાવા, ઊંચા વ્યાજદર અને વૈશ્વિક માગમાં ઘટાડાનો માર સહન કરવો પડશે.
ADVERTISEMENT
ફિચે ભારતના રેટિંગ અંદાજમાં કેમ વધારો કર્યો
ફિચે જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ અદભૂત રહ્યો હતો. બે ક્વાર્ટર સુધી સતત ઘટાડાનો સામનો કર્યા બાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરી જોવા મળી છે, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રમાં તેજી જોવા મળી રહી છે. આ વાતોને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સીએ ગ્રોથ રેટના અંદાજમાં વધારો કર્યો છે. ફિચે પોતાના અંદાજમાં કહ્યું છે કે 2024-25 અને 2025-26માં ભારતનો જીડીપી 6.5 ટકા રહેવાનો અંદાજ છે.મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન સેક્ટર તથા કૃષિ ઉત્પાદનમાં વધારાને કારણે અર્થતંત્રમાં તેજી આવી જેને કારણે ફિચે ભારતીય વિકાસ દરનું અનુમાન વધાર્યું છે જે ઈન્ડીયન ઈકોનોમી માટે સારી વાત છે.
ADVERTISEMENT
2022-23માં ભારતનો જીડીપી 7.2 ટકા
31 મે 2023ના આંકડા જાહેર કરતી વખતે આંકડા મંત્રાલયે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો જીડીપી 7.2 ટકા હતો, જે અનુમાનથી સારો છે. આ આંકડો જાહેર થયા બાદ જ અર્થશાસ્ત્રીઓ અને એજન્સીઓ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાની સૌથી ઝડપી વૃદ્ધિની આગાહી કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ