ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Fast Chargingથી મોબાઇલને માત્ર નુકસાન જ નહીં, ફાયદા પણ થાય છે!
Last Updated: 08:53 AM, 3 October 2025
ADVERTISEMENT
દરેક વ્યક્તિને ફાસ્ટ ચાર્જિંગ ગમે છે કારણ કે તે ફોનને ઝડપથી ચાર્જ કરે છે, પરંતુ જેમ કહેવાય છે કે દરેક વસ્તુના ફાયદા સાથે તેના ગેરફાયદા પણ હોય છે.
ADVERTISEMENT
ફાસ્ટ ચાર્જિંગ સમય તો બચાવે છે પણ તે ફોનની બેટરી પર વધુ દબાણ કરે છે જેથી બેટરી ગરમ થાય છે અને તેની લાઈફ પર અસર થાય છે. આજકાલના સ્માર્ટફોન્સમાં 18 વોટથી લઈને 120 વોટ સુધીના ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળે છે, પરંતુ લાંબા સમય સુધી તેનો વધુ ઉપયોગ કરવાથી ફોનની બેટરીની લાઈફ ઘટવા લાગે છે.

ADVERTISEMENT
ફાસ્ટ ચાર્જિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે ફોનને કલાકો સુધી ચાર્જ પર રાખવાની જરૂર નથી. ફક્ત પ્લગ ઇન કરો અને થોડા જ સમયમાં ફોન ફુલ ચાર્જ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુપરફાસ્ટ ચાર્જિંગ તમારી ફોન પર કેવી અસર કરે છે? આજે તો તમને તેની ઝડપથી ફાયદા મળે છે, પરંતુ લાંબા સમય બાદ તેના ગેરફાયદા પણ જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ફાસ્ટ ચાર્જિંગનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તે તમારા ફોનની બેટરી માટે નુકસાનકારક બની શકે છે. સમય જતાં બેટરી લાઇફ ઘટી શકે છે. સાથે જ, જેટલી ઝડપી ચાર્જિંગ થાય છે, એટલી વધુ ગરમી (હીટ) પણ પેદા કરશે.
ADVERTISEMENT

દરેક ફોન થોડો ગરમ થાય જ છે, પરંતુ જો તમે સતત સુપર-ફાસ્ટ ચાર્જિંગ કરો છો, તો ફોન ઓવરહિટ થઈ શકે છે, અને ક્યારેક તે વિસ્ફોટનું જોખમ પણ ઊભું કરી શકે છે. નવા ફોનમાં ચાર્જિંગ ઝડપથી થાય છે, પણ સમય જતાં તમે જોશો કે ફોન ધીમે ધીમે વધુ સમય લેતો જાય છે જેનું કારણ બેટરીની ક્ષમતા ઘટી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું ફાસ્ટ ચાર્જર સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે?, અહીં જાણો સત્ય
ADVERTISEMENT
વારંવાર ફાસ્ટ ચાર્જિંગથી બેટરીના ચાર્જ અને ડિસ્ચાર્જ થવાના સાયકલ્સ ઓછા થઈ જાય છે, જેના કારણે બેટરી ઝડપથી ખરાબ થઈ શકે છે અને તેને બદલવાવાની જરૂર પડી શકે છે. એટલે કે, જો કોઈ બેટરી ફાસ્ટ ચાર્જિંગ વિના 50,000 વખત ચાર્જ-ડિસ્ચાર્જ કરી શકે છે, તો તે ફાસ્ટ ચાર્જિંગ વાળી બેટરીની તુલનામાં ઓછા સમયે આ સાયકલ પૂરી કરશે
પહેલો ફાયદો: હવે તમને તમારા ફોનને કલાકો સુધી ચાર્જિંગ પર રાખવાની જરૂર નથી.
બીજો ફાયદો: ઈમર્જન્સી જેવી પરિસ્થિતિમાં તમારો ફોન ઝડપથી ચાર્જ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT