ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / fans found mistake in salman khan dabangg 3 trailer and trolling the makers of the film
ADVERTISEMENT
બોલીવુડની સુપરહીટ ફિલ્મ સીરિઝ દબંગના ત્રીજા પાર્ટ એટલે કે દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. 'દબંગ'ની ગત ફિલ્મોની જેમ આ ફિલ્મમાં સલમાન ખાનની પોલીસની દબંગ તસ્વીર જોવા મળી રહી છે. આશરે 3 મીનિટના ટ્રેલરમાં એક્શનની સાથે સાથે કૉમેડીનો ડોઝ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ એના ટ્રેલરમાં એક મોટી ભૂલ છે જે તમારી પણ નજર ત્યારે જશે જ્યારે એને ધ્યાનથી જોશો.
ADVERTISEMENT
'દબંગ 3'માં સલમાન ખાને ફિલ્મના તમામ ક્રિએટિવ ડિસીઝન લીધા છે પરંતુ લાગે છે એક ચીજ પર ધ્યાન આપવું સલમાન ખાન ભૂલી ગયો. જણાવી દઇએ રે આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. ટ્રેલરના અંતમાં ડિસેમ્બરની સ્પેલિંગમાં ભૂલ છે.
જો કે પહેલી વખત ડિસેમ્બર December યોગ્ય રીતે લખ્યું છે પરંતુ બીજી વખત રિલીઝ ડેટમાં ડિસેમ્બરનો સ્પેલિંગ Decemeber લખવામાં આવ્યો છે જે ખોટો છે. હવે જોવાનું એ છે કે સલમાન ખાનની ટીમ કેટલી જલ્દી પોતાની આ ભૂલને સુધારી લે છે.
ADVERTISEMENT
.jpg)
ટ્રેલરની વાત કરીએ તો સલમાન ખાન એક તરફ જ્યાં ચુલબુલના કિરદારમાં જોરદાર જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ સ્ટોરી ફ્લેશબેકમાં પણ જાય છે. જ્યાં યંગ સલમાન ખાનનું દિલ માંજરેકર માટે ધડકતું જોવા મળી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર ભારતના 10 શહેરોમાં એક સાથે લૉન્ચ કરવામાં આવ્યું. જણાવી દઇએ 'દબંગ 3'ને પ્રભુદેવાએ ડિરેક્ટર કર્યું છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન અને સુદીપ પણ નજરે આવશે.
ADVERTISEMENT
ટ્રેલર પહેલા ફિલ્મના મોશન પોસ્ટર્સની સાથે જ કિરદારોને ખુદ સલમાન ખાને ફેન્સને રૂબરૂ કરાવ્યું હતું. સલમાન પોસ્ટર્સની મદદથી સોનાક્ષી સિંહા, સુદીપ કિચ્ચા અને સઇ માંજરેકરના કિરદાર અને લુકનું ખુલાસો પહેલાથી કરી લીધો છે. દબંગ 3 વર્ષની સૌથી બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે અને દર્શક પોતાની પસંદહી પોલીસ અધિકારી ચુલબુલ 'રૉબિનહુજ' પાંડેને મોટા પડદા પર ઉત્સુક છે.
સંકળાયેલા મુદ્દાઓ