બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / કર્મચારીઓ હવે તરત PFના પૈસા ઉપાડી શકશે, EPFO કરી રહ્યું છે મોટો ફેરફાર

કામની વાત / કર્મચારીઓ હવે તરત PFના પૈસા ઉપાડી શકશે, EPFO કરી રહ્યું છે મોટો ફેરફાર

Bijal Vyas

Last Updated: 06:50 PM, 9 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ભવિષ્ય નિધિ(PF)થી પૈસા કાઢવા વધુ સરળ થશે. EPFO જલ્દી BHIM UPI એપ દ્વારા ઇન્સ્ટેંટ એડવાન્સ વિડ્રોલની સુવિધા શરુ કરશે. તેનાથી દેશના લગભગ 30 કરોડથી વધારે EPFO મેમ્બર્સનો ફાયદો થશે.

EPFOના સભ્યો માટે મોટી ડિજિટલ સુવિધા આવવાની છે. હવે ભવિષ્ય નિધિ(PF)થી પૈસા કાઢવા વધુ સરળ થશે. EPFO જલ્દી BHIM UPI એપ દ્વારા ઇન્સ્ટેંટ એડવાન્સ વિડ્રોલની સુવિધા શરુ કરશે. તેનાથી દેશના લગભગ 30 કરોડથી વધારે EPFO મેમ્બર્સનો ફાયદો થશે. માનવામાં આવી રહ્યુ છ કે, આ સુવિધા આગળના 2-3 મહિનામાં શરુ થઇ શકે છે. આ સિસ્ટમ થોડી હદે એટીએમમાંથી પૈસા ઉપાડવા જેવુ જ હશે. એટલે કે પીએફ માંથી પૈસા મળી શકશે. આ પગલુ EPFOનું મોટા ડિજિટલ બદલાવનો ભાગ છે, જે 26 લાખ કરોડ રુપિયાથી વધારે PF ફંડને મેનેજ કરે છે.

શું છે ડિટેલ?

આ નવી વ્યવસ્થા EPFOને લઇ NPCIની ડીલ કરી છે. BHIM એપ પર EPFO સભ્ય હેલ્થ, ભણતર, લગ્ન કે કોઇ ખાસ પરિસ્થિતિ જેવી અનુમત કેટેગરીમાં PF એડવાન્સ માટે ક્લેમ કરતા જ EPFO બેકએન્ડમાં તેની તપાસ અને વેરિફિકેશન કરશે. જો બધુ બરાબર રહેવા પર મંજૂર કરવામાં આવેલી રકમ સીધા SBI દ્વારા મેમ્બરથી UPI સાથે જોડાયેલી બેંક એકાઉન્ટમાં તરત જ ટ્રાન્સફર કરી શકાશે. શરુઆતમાં આ સુવિધા ફક્ત BHIM એપ પર મળશે, પરંતુ આગળ જઇને અન્ય UPI બેસ્ડ ફિનટેક એપ્સ પર શરુ કરી શકાય છે.

pf-rules

અમુક લિમિટ પણ લાગુ થઇ શકે છે

જો કે આ સુવિધામાં અમુક લિમિટ પણ લાગી શકે છે. અધિકારીઓ મુજબ, શરુઆતમાં બધી PFની રકમ કાઢવાની અનુમતિ નહીં મળે. RBI તરફથી UPI ટ્રાન્જેક્શન પર નક્કી કરેલી સીમાઓ છે, તે હિસાબથી ઇન્સ્ટેંટ વિડ્રોલની કેપ રખાશે જેથી તેનો ખોટો ઉપયોગ ન થાય. પરંતુ EPFO આની પર વિચાર કરી રહી છે. અધિકારીઓનું કહેવુ છે કે, તરત પૈસા આપવામાં જોખમ હોય છે, તેથી ધીરે-ધીરે સિસ્ટમને મજબૂત કરશે.

શું છે પ્રક્રિયા?

હાલ PF ઉપાડવાની પ્રક્રિયામાં સમય લાગે છે. અત્યારે જો કોઇ મેંમ્બરે 5 લાખ સુઘી ઓનલાઇન એડવાન્સ ક્લેમ ઓટો-મોડમાં કરે છે, તો પણ ઓછામાં ઓછા 3 દિવસ પેપર વર્કમાં લાગે છે. વધારે રકમ કે મેન્યુઅલ પ્રોસેસવાળા ક્લેમમાં આનાથી પણ વધારે સમય લાગે છે. તેવામાં BHIM એપથી તરત PF વિડ્રોલ ની સુવિધા લાખો કર્મચારીઓ માટે રાહતની ખબર છે. આ પગલુ EPFOની તરફ ડિજિટલ , ઝડપી અને યૂઝર- ફ્રેન્ડલી બનાવવામાં મોટો બદલાવ માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BHIM app PF withdrawals EPFO
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ