ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / Enjoy the water sports as well as river rafting in Rishikesh

ટ્રાવેલ / ઋષિકેશમાં રિવર રાફ્ટિંગની સાથે સાથે આ વોટર સ્પોર્ટ્સની પણ મજા લો

Published By: vtvAdmin

Last Updated: 03:42 PM, 28 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુઓના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનુ એક એટલે ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં ફરવા લાયક ઘણી બધી જગ્યાઓ છે. જેમાં મોટાભાગે લોકો હરદ્વાર અને ઋષિકેશ જતા હોય છે. જેમાં ઋષિકેશ અનેક દેવી દેવતાઓનું સ્થાન છે. આજે અમે તમને ત્યાંની રિવર રાફ્ટિંગ સિવાયની બીજી કેટલીક વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી જણાવી રહ્યા છીએ.

ADVERTISEMENT

ધાર્મિક અને યોગ સંસ્થાનોની સાથે ઋષિકેષ યુવાનો માટે એડવેન્ચર ડેસ્ટિનેશન તરીકે પણ લોકપ્રિય છે. ઋષિકેશ આવતા પ્રવાસીઓ અહીં વૉટર રાફ્ટિંગ, કેમ્પિંગની મજા માણે છે. ઋષિકેશમાં માત્ર વૉટર રાફ્ટિંગ જ એક એડવેન્ચર નથી, અહીં સંખ્યાબંધ બીજી પણ વૉટર સ્પોર્ટ્સ ઉપલબ્ધ છે જેની તમે મજા માણી શકો છો.

રેપલિંગ
રેપલિંગનો એટલે ઉંચાઈ પર ચડવું, આ ચઢાણ મોટી શિલા કે ઝરણા પર પણ હોઈ શકે છે. જો શિલા પર ચડતા તમે ઉપર તરફ જાવ છો, તો રેપલિંગથી તમે નીચે આવી શકો છો. આ એક સુપર રોમાંચક અને આનંદદાયક અનુભવ છે. ઋષિકેશ આવો અને રેપલિંગ ન કરો તો ફેરો ફોગટ જશે.

બોડી સર્ફિંગ 
દરેક વ્યક્તિને પાણીમાં રહેવું ગમે છે. બોડી સર્ફિંગમાં વધુ પ્રયત્નોની જરૂર નથી હોતી અને તેમાં ઈચ્છો તેમ તરી પણ શકાય છે, શરીરની નીચે મોજા અનુભવી પણ શકાય છે. કોઈ પણ ઉંમરે કરી શકાતી આ એક અદભૂત સર્ફિંગ છે. ઋષિકેશમાં એક વખત તો બોડી સર્ફિંગ જરૂર કરો.

કાયકિંગ 
જો તમે ખરેખર એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન હો, અને પોતાના ડર સામે લડીને જીતવા માગતા હો તો ગંગામાં કાયકિંગ કરવું જ જોઈએ. કારણ કે ગંગાનો પ્રવાહ અહીં ધસમસતો વહે છે, નદી ઉબડખાબડ છે એટલે કાયકિંગ કરતા પહેલા તમે યોગ્ય તાલીમ મેળવી હોવી જરૂરી છે.

કેનોઈંગ 
અલગ અલગ દેશોમાં જુદા જુદા નામે જાણીતી કેનોઈંગ પણ ઋષિકેશમાં એન્જોય કરી શકાય છે. આ ઓફબીટ એડવેન્ચર સ્પોર્ટ્સમાં ચાલવું, કુદવું, ટ્રેકિંગ, રેપલિંગ, સ્કૈમ્બલિંગ સાથે સાથે તરવાની મજા પણ માણી શકાય છે. ઋષિકેશમાં કૈનોયિંગ માટે ચોમાસું શ્રેષ્ઠ ઋતુ છે, કારણ કે આ દરમિયાન ઝરણા પણ વહેતા હોય છે, જેને પગલે તેનો રોમાંચ બમણો થઈ જાય છે.

ટેકરીઓ પરથી નદીમાં કૂદવાની મજા
જો તમને હાઇટ અને પાણી પસંદ છે, તો એક વખત તો ઉંચી ટેકરી પરથી પાણીમાં કૂદવાની રમતની મજા માણવી જ જોઈએ. આમ તો એક સહેલી પ્રક્રિયા છે, પરંતુ તેમ છતાંય તેના માટે તાલીમ જરૂરી છે. જો આ મજા તમે કોઈ વિશેષજ્ઞના માર્ગદર્શનમાં માણશો તો તમારા માટે લાભદાયક રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Travel Uttatakhand ઉત્તરાખંડ ઋષિકેશ પાણી રિવર રાફ્ટિંગ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ