ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / જો-જો બેંક એકાઉન્ટ ખાલી ના થઇ જાય! મોટી-મોટી બેંકોએ આપી વોર્નિંગ

ટેક્નોલોજી / જો-જો બેંક એકાઉન્ટ ખાલી ના થઇ જાય! મોટી-મોટી બેંકોએ આપી વોર્નિંગ

Published By: Nirav Kumar

Last Updated: 10:49 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટી બેંકોએ ચેતવણી આપી છે કે AI શોપિંગ એજન્ટ્સ ખોટી વસ્તુ ખરીદી શકે છે, વધુ ખર્ચ કરી શકે કે સ્કેમમાં પૈસા ડૂબાડી શકે છે. આથી સુરક્ષા અને નિયમો હજુ પાછળ હોવાથી ગ્રાહકોએ સાવધાની રાખવી જરૂરી છે.

ADVERTISEMENT

આજકાલ લોકો ઑનલાઇન શોપિંગ માટે AI એજન્ટ્સનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે. પણ મોટી બેંકોએ આ અંગે ચેતવણી આપી છે. જેમાં બેંક ઑફ અમેરિકા, નેટવેસ્ટ, ING, કેપિટલ વન, કૉમનવેલ્થ બેંક ઑફ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની એએસબી બેંક જેવી સંસ્થાઓએ કહ્યું છે કે આવા AI પાવર્ડ શોપિંગ બોટ્સ ગ્રાહકોને છેતરપિંડી, સ્કેમ અને ડેટા લીક જેવા જોખમોમાં ધકેલી શકે છે.

ઓપનAI, એન્થ્રોપિક અને મેટા જેવી ટેક કંપનીઓ AI એજન્ટ્સને શોપિંગ ટૂલ તરીકે પ્રમોટ કરી રહી છે. તે જ સમયે રિટેલર્સ પણ આ દોડમાં જોડાઈ ગયા છે. પહેલાં કંપનીઓ ગૂગલ સર્ચમાં ટોચ પર આવવા મથતી હતી હવે તે AI ચેટબોટને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહી છે કે જેથી ગ્રાહકોને તેમના જ પ્રોડક્ટ્સ ખરીદવાની સલાહ મળે. બ્રિટિશ રિટેલર જોન લુઈસના જણાવ્યા અનુસાર AI એજન્ટ્સ દ્વારા થતી સર્ચ આ વર્ષે 2.5 ટકા સુધી પહોંચી છે જ્યારે એક વર્ષ પહેલાં તે માત્ર 0.3 ટકા હતી.

બેંક ઑફ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે કે AI એજન્ટ્સ ખોટી વસ્તુ ખરીદી શકે છે, વધુ પડતો ખર્ચ કરી શકે છે કે સ્કેમમાં પૈસા ડૂબી જઈ શકે છે. ગ્રાહકોને પણ ખબર નથી પડતી કે જો કંઈ ખોટું થાય તો તેઓ કોની પાસે જાય. એક નવા રિપોર્ટમાં બેંક અધિકારીઓના જૂથે સ્વીકાર્યું છે કે લોકો AIથી શોપિંગ કરવાના વિચારથી એક્સાઈટેડ છે પણ સુરક્ષાની વ્યવસ્થા અને નિયમો તેમની ઝડપની સરખામણીમાં પાછળ રહી ગયા છે. આને કારણે AI એજન્ટ્સના મોટા દાવાઓ અને અસલી સુરક્ષા વચ્ચે વિશ્વાસની ખાઈ ઊભી થઈ છે.

AI એજન્ટ્સ ગ્રાહકોની કાર્ડ ડિટેલ્સ માંગીને સીધી વેબસાઇટ પર નાખી શકે છે અને ઓછી સુરક્ષાવાળા પેમેન્ટ ઓપ્શન તરફ દોરી જઈ શકે છે. બેંકો હવે નીતિ નિર્માતાઓ સમક્ષ અમુક પ્રસ્તાવ મૂકવાની તૈયારીમાં છે. તેમાં AI એજન્ટ સામેલ હોય તેવા ટ્રાન્ઝેક્શનની જાણકારી આપવી ફરજિયાત બનાવવી, એજન્ટ કેવી રીતે ખરીદીના નિર્ણયો લે છે તે અંગે પારદર્શિતા વધારવી અને ગ્રાહકોના ડેટાની સુરક્ષા મજબૂત કરવી જેવી બાબતો સામેલ છે.

વધુ વાંચો : આવનારી 27મીએ રવિવારે બેંકો બંધ નહીં રહે, રહેશે ખુલ્લી, જાણો કેમ?

આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો અને વેપારીઓને કઈ AI -પાવર્ડ સેવા વાપરવી તે પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને અલગ-અલગ AI શોપિંગ સિસ્ટમ્સ એકબીજા સાથે સુસંગત હોવી જોઈએ. આમ કહીએ તો AI શોપિંગની સુવિધા આકર્ષક છે પણ સુરક્ષા અને નિયમો હજુ પૂરા વિકસિત નથી. આથી સાવધાની રાખીને જ આવા એજન્ટ્સનો ઉપયોગ કરવો જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI agents AI shopping regulations

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ