ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મેટ્રો સ્ટેશનના ટોયલેટનો ઉપયોગ કરવા માટે ₹5 વસૂલાય છે? જાણો નિયમો શું કહે છે ?

તમારા કામનું / મેટ્રો સ્ટેશનના ટોયલેટનો ઉપયોગ કરવા માટે ₹5 વસૂલાય છે? જાણો નિયમો શું કહે છે ?

Published By: Bijal Vyas

Last Updated: 04:22 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રો સ્ટેશનો પર શૌચાલયના ઉપયોગ માટે ફી વસૂલવામાં આવે છે. શૌચાલયના ઉપયોગ માટે ફી વસૂલવા પાછળનું કારણ સમજવા માટે આવો તેના નિયમો જાણીએ..

ADVERTISEMENT

મેટ્રોમાં મુસાફરી કરતી વખતે જો તમારે શૌચાલયનો ઉપયોગ કરવો હોય, તો તમે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરો છો. જોકે, જેવી તમે શૌચાલયના દરવાજા પાસે પહોંચો છો, ત્યાં બેઠેલી વ્યક્તિ તમારી પાસે 5 રૂપિયા માંગે છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકોના મનમાં પહેલો પ્રશ્ન એ જ આવે છે કે આ 5 રૂપિયા શેના માટે છે? ઘણા લોકોને એવું લાગે છે કે શૌચાલયના ઉપયોગ માટે આ રીતે પૈસા વસૂલવા તે ખોટું છે. કદાચ તમને પણ એવો વિચાર આવ્યો હશે કે શું આ શુલ્ક અયોગ્ય રીતે વસૂલવામાં આવી રહ્યા છે. તેથી, આજે અમે સમજાવીશું કે આ બાબતે નિયમો શું કહે છે અને શું સાચું છે તથા શું ખોટું...

ઉલ્લેખનીય છે કે, આ પ્રશ્ન સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ 2023માં રાજ્યસભામાં દિલ્હી મેટ્રોના મુસાફરોને મળતી સુવિધાઓ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકારને પૂછવામાં આવ્યું હતું કે મેટ્રોનું ભાડું ચૂકવતા મુસાફરોને સ્ટેશનો પર મફત શૌચાલયની સુવિધા કેમ મળતી નથી. સરકારના જવાબથી આ બાબત અંગેની સ્થિતિ ઘણી સ્પષ્ટ થઈ હતી.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે રાજ્યસભાને માહિતી આપી હતી કે દિલ્હી મેટ્રો સ્ટેશનો પર શૌચાલયની સુવિધાઓ આઉટસોર્સ્ડ એજન્સીઓ દ્વારા ચુકવણીના ધોરણે પૂરી પાડવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, મેટ્રોના ઓફિશિયલ પ્રતિભાવમાં જ એવી વ્યવસ્થા હોવાની વાત સ્વીકારવામાં આવી છે જેમાં શૌચાલયના ઉપયોગ માટે ચુકવણી કરવી જરૂરી છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે મેટ્રોમાં શૌચાલયના ઉપયોગ માટે વસૂલવામાં આવતા શુલ્ક ગેરકાયદેસર નથી, અને જો તમે મેટ્રો સ્ટેશન પર શૌચાલયનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તમારે તેના માટે ચુકવણી કરવી જરૂરી છે.

આ વ્યવસ્થાનો ઉલ્લેખ દિલ્હી હાઈકોર્ટના 2020ના એક ચુકાદામાં પણ કરવામાં આવ્યો હતો. DMRCએ કોર્ટને જણાવ્યું હતું કે મેટ્રો સ્ટેશનના શૌચાલયોનું સંચાલન 'સુલભ ઇન્ટરનેશનલ' અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે, અને આ સુવિધાઓની સફાઈ તથા જાળવણીનો ખર્ચ મુસાફરો પાસેથી નજીવો શુલ્ક વસૂલીને પૂરો કરવામાં આવે છે.

જોકે, ઘણા લોકો પ્રશ્ન ઉઠાવે છે કે DMRC શા માટે આ સુવિધા મફતમાં પૂરી પાડતું નથી અને દલીલ કરે છે કે તેણે તેમ કરવું જોઈએ. તેના જવાબમાં સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી મેટ્રો માટે તમામ સંજોગોમાં સ્ટેશનો પર મફત શૌચાલયની સુવિધા પૂરી પાડવી ફરજિયાત હોય તેવી કોઈ જોગવાઈ નથી. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે મફત પાણી અને શૌચાલયની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય સંબંધિત મેટ્રો વહીવટીતંત્રના અધિકારક્ષેત્રમાં આવે છે. Consumer Protection Act, 2019 હેઠળ, DMRC માટે સ્ટેશનો પર મફત શૌચાલય પૂરા પાડવા ફરજિયાત નથી.

તો શું 5 રુપિયા ફિક્સ છે?

એ વાત સ્પષ્ટ છે કે, શૌચાલયનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે, પરંતુ આવો નિયમો મુજબ લાગુ પડતા દરો પર એક નજર કરીએ. એ નોંધવું જરૂરી છે કે DMRCએ આ માટે કોઈ ચોક્કસ દરો નક્કી કર્યા નથી; તેમ છતાં, મુસાફરોએ ત્યાં લગાવેલા બોર્ડ કે સૂચના-પાટિયા પર દર્શાવેલ શુલ્ક ચૂકવવાનું રહે છે. ઉદાહરણ તરીકે, યુરીનના ઉપયોગ માટે 2 રુપિયા અને શૌચાલયના ઉપયોગ માટે 5 રુપિયા ફી છે. તાજેતરમાં DMRCએ તેના 'X' એકાઉન્ટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, શુલ્ક બરાબર તે જ છે જે અલગ અલગ રેટ ડિસ્પ્લે બોર્ડ પર લખેલા હોય છે.

આ પણ વાંચોઃ EPFOની સેલેરી લિમિટ ₹25 હજાર થઈ! 51 લાખ નવા કર્મચારીઓ કવરેજમાં આવશે, ટેક-હોમ સેલેરી વધશે કે ઘટશે?

ઇમરજન્સીમાં ના પાડી શકાય નહીં

એક વધુ વાત જાણવા જેવી છે. ધારો કે કોઈને તાત્કાલિક જરૂર હોય પરંતુ તેમની પાસે પૈસા ન હોય, તો શું થાય? આવી સ્થિતિમાં, મુસાફરો સ્ટેશનના કર્મચારીઓ માટેના શૌચાલયનો મફતમાં ઉપયોગ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

delhi metro toilet charges is it legal or not information

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ