ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Do this work on Shanishwari Amas to get relief in Shani Sadasati and Dhaiya

જ્યોતિષ / શ્રાવણના છેલ્લા દિવસે શનિદેવની કૃપા મેળવવાનો વિશેષ અવસર, સાડાસાતી-ઢૈયામાંથી મળશે મુક્તિ

Published By: Khyati

Last Updated: 06:18 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણમાસના છેલ્લા દિવસે આવી રહી છે અમાસ અને તેમાં પણ શનિવાર. એટલે શિવની ભક્તિ સાથે શનિદેવને પણ ભજી લો. થશે બેડોપાર

ADVERTISEMENT

  • શનિશ્વરી અમાસે કરી લો આ ઉપાય
  • શનિની સાડાસાતી- ઢૈયામાં મળશે રાહત
  • શનિવારે આવી રહી છે અમાસ

27 ઑગષ્ટે શ્રાવણમાસનો છેલ્લો દિવસ છે. આ દિવસે અમાસ છે.  ભાદ્રપદની અમાસ ઘણી વિશેષ છે. આ દિવસે  દાન કરવાથી શનિદેવના પ્રકોપમાંથી મુક્તિ મળશે. હાલ શનિવક્રી અવસ્થામાં છે. હાલ તે પોતાની રાશિ મકરમાં સંક્રમણ કરી રહ્યો  છે.જો કે ઑક્ટોબરમાં શનિદેવ વક્રી થશે. પરંતુ તે પહેલા જે લોકો શનિની સાડાસાતી અને ઢૈયાથી પ્રભાવિત છે તેવા લોકોએ આ અમાસે કેટલાક ઉપાયો કરી લેવા જોઇએ જેથી કરીને તેઓ પર શનિની દયાદ્રષ્ટિ બની રહે. કારણ કે આ પછી આ પ્રકારની અમાસ છેક 2025માં આવશે..

શું છે શનિની સાડાસાતી ?

શનિની ગ્રહ દશા જે સાડા સાત વર્ષ સુધી રહે છે તેને સાડાસાતી તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી આવે છે. તેથી તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. શનિ એક ન્યાયના દેવ છે, તમે જીવનમાં જે પણ કર્મ કરો છો તે કર્મ અનુસાર તમને ફળ આપે છે. 

શનિશ્ચરી અમાસે કરી લો આ ઉપાય 

  • શનિશ્વરી અમાસના દિવસે  છાયા દાન અસરકારક ઉપાય છે.  આ માટે સરસવનું તેલ લઈને તેમાં તમારો ચહેરો જોઈ તેનું દાન કરો.
  • આ સિવાય દર શનિવારે કીડીઓને કાળા તલના લોટ અને સાકરના લોટની બનેલી ગોળીઓ ખવડાવવી જોઈએ.
  • આ દિવસે કાળા તલ, કાળું કપડું, ધાબળો, લોખંડના વાસણો, અડદની દાળ આ લોકોને દાન કરવી જોઈએ.
  • શનિવારે હનુમાનજીને ગોળ ચણા અર્પણ કરવા જોઈએ.
  • શનિદેવની પૂજા કરો અને તેમને વાદળી ફૂલ ચઢાવો. તેની સાથે જ રૂદ્રાક્ષની માળામાં શનિ મંત્ર ઓમ શનિશ્ચરાય નમઃનો જાપ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

શનિદેવ શનિવાર શનિશ્વરી અમાસ શ્રાવણ મહિનો સાડાસાતી Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ