ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Do these 5 things on ganesh chaturthi which will get you much prosperity

તમારા કામનું / ગણેશ જયંતી પર કરી લો આ 5 નાનકડા કામ, પછી જુઓ ઘરમાં કેટલી સુખ સમૃદ્ધિ વધે છે

Published By: Jaydeep Shah

Last Updated: 11:03 AM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ જયંતી આ વર્ષે 4 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. આ ઉપાયો કરવાથી કરી શકાય છે ગણેશજીને પ્રસન્ન.

ADVERTISEMENT

  • ગણેશ ચતુર્થીના દિવસે કરવામા આવતા ઉપાયોના ફાયદાઓ. 
  • સુખ સમૃદ્ધિ બની રહે છે. 
  • મુશ્કેલીઓ નષ્ટ થાય છે. 

Ganesh Jayanti 2022: માઘ શુક્લ ચતુર્થીને ગણેશ જયંતીના રૂપમાં મનાવવામાં આવે છે. ગણેશ જયંતી આ વર્ષે 4 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. જેને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ જયંતી પર ભગવાન ગણેશની વિશેષ પૂજા તથા મંત્રોનો જાપ તેમને પ્રસન્ન કરી શકે છે. આ દિવસે પૂજા સિવાય અમુક ઉપાયો પણ ગણેશજીને પ્રસન્ન કરી શકે છે. આવો જાણીએ કે ગણેશ જયંતી પર કયા કયા ઉપાયો ગણેશજીને પ્રસન્ન કરી શકે છે. 

ગણેશ જયંતી પર કરવામાં આવતા ઉપાયો
ગણેશ જયંતીના દિવસે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપનાને અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. 

ગણેશ જયંતીના દિવસે હાથીને ચારો આપવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે તથા ભક્તોની મનોકામના પૂર્તિનાં આશીર્વાદ આપે છે. આ ઉપરાંત, આ દિવસે ઉંદરને અનાજ આપવું પણ શુભ માનવામાં આવે છે. જો શક્ય બને તો મૂશકને ભોજન આપો. 

ગણેશ જયંતીના દિવસનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે જરૂરિયાતમન્દોને અન્ન, વસ્ત્ર તથા અનાજ વગેરેનું દાન આપવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે તથા મુશ્કેલીઓ દૂર કરે છે. 

ગણેશ જયંતી પર ભગવાન ગણેશને મોદકનો ભોગ લગાવો. સાથે જ આ દિવસે ભગવાન ગણેશને દૂર્વાની 5 ગાંઠ અર્પિત કરો. આવું કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત, આ દિવસે ગણેશ સ્તુતિ, ગણેશ ચાલીસા તથા કવાચનો પાઠ કરવાને શુભ તથા ફળદાયી માનવામાં આવે છે. 

ગણેશજીની પૂજામાં તેમણે અક્ષત તથા દૂર્વા જરૂર ચઢાવો. માન્યતા ચઃએ કે આ બે વસ્તુઑ ગણેશજીને ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ganesh chaturthi ગણેશ ચતુર્થી ગણેશ ભગવાન Dharma

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ