ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / દિવાળીએ અયોધ્યા જવાનું વિચારો છો? તો આ 5 સ્થળોએ ગયા વગર યાત્રા ગણાશે અધૂરી!

ધર્મ / દિવાળીએ અયોધ્યા જવાનું વિચારો છો? તો આ 5 સ્થળોએ ગયા વગર યાત્રા ગણાશે અધૂરી!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:20 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Yatra: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તમે આ દિવાળીને યાદગાર બનાવવા માંગતા હોય તો અયોધ્યાનો પ્રવાસ કરવો જોઇએ.

ADVERTISEMENT

અયોધ્યાની દિવાળી ભક્તિ અને ઉદ્દેશ્યની એક અનોખી ભાવના જગાવે છે. અહીં, દરેક દીવો વર્ષોના વનવાસ પછી ભગવાન રામના ઘરે પાછા ફરવાની કહાની કહે છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે આવે છે, પરંતુ અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી બે દિવસ પહેલા શરૂ થાય છે. તમે અયોધ્યા જઈ રહ્યા છો, તો આ સ્થળોની મુલાકાત પણ જરૂર લેવી જોઇએ. નહીં તો તમારી યાત્રા અધૂરી રહેશે.

રામ મંદિર અને રામ કી પૈડી ઘાટ

અયોધ્યામાં નવ નિર્મિત રામમંદિરની મુલાકાત લાખો યાત્રિકો લઇ રહ્યા છે. આ મંદિર દીવાઓ અને ફૂલોની સજાવટથી જગમગી રહ્યુ છે. પરંતુ વાસ્તવિક જાદુ નજીકના રામ કી પૈડી પર થાય છે. અહીં, ઘાટના કિનારે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે, પાણીમાં તેમનું પ્રતિબિંબ સ્વર્ગથી ઓછુ નથી.

ram-temple

હનુમાન ગઢી મંદિર

અયોધ્યામાં એક ઉંચી ટેકરી પર આવેલું હનુમાન ગઢી, દિવાળી દરમિયાન ભક્તિનું મુખ્ય કેન્દ્ર બની જાય છે. મંદિરના પગથિયાં પર હજારો દીવાઓ રોશની કરે છે. અહીંથી દેખાતો નજારો આખા અયોધ્યા શહેરને એક ચમકતો નજારો બનાવે છે.

સરયુ ઘાટ અને નયા ઘાટ

દિવાળીની સાંજે સરયુ નદી ભક્તિનું કેન્દ્ર બની જાય છે. નયા ઘાટ પર આરતી દરમિયાન નદીના પાણી પર તરતા હજારો દીવાઓનું દૃશ્ય હૃદયસ્પર્શી રહે છે. નદી પર ઝળહળતી રોશની અયોધ્યાના દિવાળી ઉજવણીનો એક યાદગાર હિસ્સો છે.

ayodhya1

કનક ભવન મંદિર

આ મંદિર ભગવાન રામ અને દેવી સીતાને સમર્પિત છે અને તે અયોધ્યાના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. દિવાળી દરમિયાન, તેના આંતરિક ભાગને સોનેરી રંગો અને ફૂલોના માળાથી સુંદર રીતે શણગારવામાં આવે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ધર્મ / ધનતેરસ પહેલા સર્જાશે સૂર્ય-મંગળની યુતિ, જેથી આ 4 રાશિવાળાઓ પર થશે ધનનો વરસાદ

નાગેશ્વર નાથ મંદિર

ભગવાન શિવને સમર્પિત આ પ્રાચીન મંદિર દિવાળી દરમિયાન વધુ સુંદર લાગે છે. આ સ્થળ એવા લોકો માટે સારુ છે જેઓ શોર-શરાબાથી દૂર શાંતિપૂર્ણ પૂજા કરવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Yatra Ayodhya Ayodhya Ram Temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ