ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:58 AM, 13 October 2025
1/6
Surya Mangal Yuti : આ વર્ષે 17 ઓક્ટોબર 2025ના રોજ ગ્રહોના રાજા સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે, તુલા રાશિમાં પહેલાથી જ મંગળ ગોચર કરી રહ્યો છે. આ રીતે સૂર્ય અને મંગળ વચ્ચે એક શક્તિશાળી યુતિ (સંયોગ) સર્જાશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ સંયોગ ખૂબ જ ઊર્જાવાન અને પરિવર્તનશીલ માનવામાં આવે છે.
2/6
ADVERTISEMENT
3/6
સૂર્ય-મંગળનું આ શક્તિશાળી સંયોગ આપના નાણાકીય જીવનમાં ઊજાસ લાવશે. રોકાણમાંથી નફો થવાની શક્યતાઓ છે. મિલકત ખરીદવા કે વેચવાના યોગ છે. આપ નવા ઘર, વાહન કે દાગીના જેવી મૂલ્યવાન વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો સમય ખૂબ અનુકૂળ છે. લાંબા સમયથી જે બાબત ચિંતા આપી રહી હતી, તેનાથી પણ મુક્તિ મળી શકે છે.
4/6
આ રાશિના જાતકો માટે આ યુતિ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ભાગ્યનું પૂરતું સાથ મળશે. વ્યવસાયમાં અચાનક લાભ, નવી તક મળવી કે પ્રમોશન જેવી ઘટનાઓ બનવાની શક્યતા છે. દેવલક્ષ્મી અને કુંબર દેવના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને વિરોધીઓ પર જીત મળશે.
ADVERTISEMENT
5/6
તુલા રાશિમાં જ આ ગ્રહયોગ બની રહ્યો છે, એટલે કે આપના જીવનમાં સીધો અને તેજસ્વી પ્રભાવ પડે તે નક્કી. ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જૂના ઋણમાંથી મુક્તિ મળી શકે છે. પૂર્વજોની મિલકત કે લોનના માધ્યમથી લાભ થવાની શક્યતા છે. કોઇ ખાસ સમાચાર પણ મળવાની સંભાવના છે.
6/6
શનિદેવના આશીર્વાદસરરૂપ કુંભ રાશિ માટે આ યુતિ સફળતાના દરવાજા ખોલી શકે છે. આવકમાં વધારો, નવી નોકરી કે બિઝનેસ ગ્રોથ જેવી બાબતોમાં લાભ થશે. અપરિણીત લોકો માટે યોગ્ય જીવનસાથી મળવાની શક્યતા છે. માતાપિતાનું સહયોગ મળશે, અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધરશે. ઘરના ખર્ચ અને બિમારીઓમાં ઘટાડો જોવા મળશે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ