બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ધનુષ અને મૃણાલ ઠાકુરની લવસ્ટોરી ફરી ચર્ચામાં, 14 ફેબ્રુઆરી કરશે લગ્ન! જણો શું છે મામલો?
Last Updated: 01:28 PM, 16 January 2026
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સ લિંક-અપની ખબરો અવરનવર સામે આવે છે. પ્રેમમાં પડવું, સાથે રહેવું અને પછી બ્રેકઅપ... આ નવું નથી. થોડા સમય પહેલા સાઉથ સુપરસ્ટાર ધનુષ અને મૃણાલ ઠાકુરના અફેરના કિસ્સા ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. હવે, તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેત્રી મૃણાલ ઠાકુર અને ધનુષ લગ્ન કરવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
ચર્ચા છે કે ધનુષ અને મૃણાલ ઠાકુર આવતા મહિને 14 ફેબ્રુઆરી એટેલે કે વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરી શકે છે. જેમાં ફેમિલી, ફ્રેન્ડઝ અને અમુક નજીકના લોકો જ સામેલ થશે.
લગ્ન પર ઘનુષ અને મૃણાલ હજી ચુપ્પ
ADVERTISEMENT
જોકે, ચાહકો હજુ સુધી આ ખબરને માની રહ્યા નથી, કારણ કે મૃણાલ ઠાકુર કે ધનુષ બંનેમાંથી તેમની ટીમે આ અફવાઓ અંગે કોઈએ ઓફિશિલ નિવેદન આપ્યુ નથી. હવે આ અફવાઓએ ધ્યાન ખેંચ્યું છે કારણ કે બંને સ્ટાર્સ તેમના અંગત જીવનને હંમેશા લાઇમલાઇટથી દૂર રાખવા માટે જાણીતા છે. થોડા મહિના પહેલા, મૃણાલ અને ધનુષ વચ્ચેના સંબંધોની અફવાઓએ વધુ જોર પકડ્યુ હતું.

ADVERTISEMENT
સંબંધોની અટકળો પર મૃણાલે ચુપ્પી તોડી
ઓગસ્ટ 2025 માં, મૃણાલ ઠાકુરે આખરે આ અટકળો પર પોતાનું મૌન તોડ્યું હતુ અને સ્પષ્ટપણે કહ્યું કે ધનુષ "ફક્ત એક સારો મિત્ર" છે. એક ઇન્ટરવ્યુમાં મૃણાલે કહ્યું કે, શરૂઆતમાં તેને ધનુષ અને તેના સંબંધો વિશેની અફવાઓ મજેદાર લાગતી હતી. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે, ધનુષ ખાસ કરીને તેમના માટે તેમની ફિલ્મ સન ઓફ સરદાર 2 ના મુંબઈ સ્ક્રીનિંગમાં આવ્યો ન હતો. તેણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી કારણ કે તેને અજય દેવગણ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ક્યારથી શરુ થયા બંનેના અફેરના કિસ્સા
હકીકતમાં અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે સન ઓફ સરદાર 2 ના સ્ક્રીનિંગનો એક વીડિયો વાયરલ થયો, જેમાં મૃણાલ અને ધનુષ હાથ પકડીને એકબીજાના કાનમાં કંઈક કહેતા જોવા મળ્યા. આ ઉપરાંત, ધનુષની ફિલ્મ 'તેરે ઇશ્ક મેં' ની રેપ-અપ પાર્ટીમાં મૃણાલનું સામેલ થવુ પણ ચર્ચાનો વિષય બન્યુ હતુ, જ્યારે તે આ ફિલ્મનો ભાગ ન હતી.
ADVERTISEMENT
ફેન્સે આપ્યા ડેટિંગના પ્રૂફ
આ ચર્ચાઓ પછી સોશિયલ મીડિયા પર ફેન્સએ ઘણા સંકેતો પણ આપ્યા, જેમ કે મૃણાલ ધનુષની બંને બહેનોને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે અને તેઓ મૃણાલને ફોલો બેક કરે છે. ધ્યાન આપવા જેવી વાત તો એ છે કે, ઇન્ડસ્ટ્રીના બહુ ઓછા લોકો ધનુષના પરિવારને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે તેમના સંબંધો હજુ શરૂઆતના તબક્કામાં છે, તેથી તેઓ તેને જાહેર કરવા માંગતા નથી. હાલમાં, ધનુષ અને મૃણાલ ઠાકુર લગ્નની આ બધી અફવાઓ પર મૌન રહ્યા છે, જેનાથી અટકળો વધુ તેઝ બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.