ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / વેસ્ટ ઈન્ડીઝ સામે પહેલી ટેસ્ટમાંથી બુમરાહ આઉટ! કેપ્ટન ગિલે આપ્યો મોટો સંકેત
Last Updated: 05:00 PM, 1 October 2025
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા હવે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ મેચ રમશે. આ મેચ ગુરુવાર 2 ઓક્ટોબરના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જોકે આ મેચ પહેલા સૌથી મોટો પ્રશ્ન પ્લેઇંગ ઇલેવનને લઇને છે. જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ મેચ રમશે કે નહી તેના પર હજુ કોઇ સ્પષ્ટ જવાબ નથી આવી રહ્યા. દરમિયાન ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે આગામી બે મેચની ટેસ્ટ સિરિજમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ભૂમિકા વિશે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી.
ADVERTISEMENT

બુમરાહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એશિયા કપ 2025 ની જીત પછી તરત જ ટેસ્ટ ક્રિકેટમાં તેની સીધી વાપસી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ગિલને બુમરાહના અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિમાં બુમરાહની ગતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે ગિલે કહ્યું કે બુમરાહની ભૂમિકા મેચ-દર-મેચ નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT

ગિલે બુમરાહ વિશે શું કહ્યું
ADVERTISEMENT
ગિલે કહ્યું, "અમે મેચ અનુસાર નક્કી કરીશુ કે રમત કેટલી લાંબી ચાલે છે અને બોલર કેટલી ઓવર નાખે છે. પહેલાથી કંઇ નક્કી નથી. બુમરાહ એશિયા કપમાં સાતમાંથી પાંચ મેચ રમ્યો, કુલ સાત વિકેટ લીધી.
આ પણ વાંચોઃ સિંદડી બળે પણ વટ ન જાય! 'ભારતે એશિયા કપની ટ્રોફી લેવી હોય તો'... મોહસીન નકવીએ કર્યું નવું નાટક
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ સીરીજમાં બુમરાહ ફક્ત ત્રણ ટેસ્ટ રમ્યો હતો, અને રોટેશન નીતિની વ્યાપક ટીકા થઈ હતી. આ વખતે, મેનેજમેન્ટનો અભિગમ બદલાયેલો દેખાય છે, જોકે બુમરાહને પ્રથમ ટેસ્ટ પહેલાની વોર્મ-અપ મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT