બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / સિંદડી બળે પણ વટ ન જાય! 'ભારતે એશિયા કપની ટ્રોફી લેવી હોય તો'... મોહસીન નકવીએ કર્યું નવું નાટક
Last Updated: 10:00 AM, 1 October 2025
ભારતે એશિયા કપની ફાઈનલ તો જીતી લીધી છે પરંતુ તેને હજુ સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવીએ આ ટ્રોફી પોતાની પાસે રાખી લીધી છે પરંતુ તેને ભારતને સોંપવા માટે શરતો પર શરતો મૂકી છે. આ ક્રમમાં હવે નકવીએ ભારતને ટ્રોફી સોંપવા માટે એક નવી શરત મૂકી છે જે તેમનું જક્કી વલણ સાબિત કરે છે. પોતાના હકની વસ્તુ લેવા માટે પણ ભારતે તેમની પાસે જવું પડે? આ સવાલ ઉઠી રહ્યાં છે.
ADVERTISEMENT
મોહસીન નકવીએ શું મૂકી નવી શરત
મોહસીન નકવીએ હવે એવી શરત મૂકી છે કે જો ભારતે એશિયા કપની ટ્રોફી લેવી હોય તો સૂર્યકુમાર યાદવે એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઓફિસે આવવું પડશે અર્થાત મોહસીન નકવી એવી શરતે જ ભારતને ટ્રોફી સોંપવા માગે છે સૂર્યકુમાર યાદવે રુબરુમાં આવીને લઈ જજો.
ADVERTISEMENT
શું હતો વિવાદ
હકીકતમાં ફાઈનલ જીત બાદ ભારતીય ટીમે એશિયા કપની ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો હતો. સૂર્યકુમાર યાદવે એવું કહ્યું હતું તેઓ ભારતના દુશ્મન એવા પાકિસ્તાની પાસેથી ટ્રોફી સ્વીકારી શકે તેમ નથી પરંતુ તેને બદલે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના વાઈસ પ્રેસિડન્ટ પાસેથી ટ્રોફી સ્વીકારવાની માગ મૂકી હતી જોકે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવીએ આ માગ ફગાવી દીધી હતી અને આ પછી નકવી પોતાની સાથે ટ્રોફી લઈ ગયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : 'સૂર્યકુમાર યાદવે ખાનગીમાં મારી સાથે...પાક. કેપ્ટન સલમાન આગાએ લગાવી દીધો હળહળતો આરોપ
શું બોલ્યાં બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ
ADVERTISEMENT
બીસીસીઆઈ હવે આ વિવાદ આઈસીસીમાં લઈ જવાની તૈયારીમાં છે. બીસીસીઆઈએ નકવીના આ વર્તન પર ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસીન નકવી પર વળતો પ્રહાર કર્યો. સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે ભારત એક દેશ સાથે યુદ્ધ લડી રહ્યું છે, અને તે દેશના નેતાએ અમને ટ્રોફી સોંપવાની હતી... અમે એવા વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારી શકતા નથી જે આપણા દેશ સામે યુદ્ધ કરી રહેલા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી અમે તે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે સજ્જન ટ્રોફી અને મેડલ, જે આપણા દેશને આપવામાં આવનાર છે, તે પોતાના હોટલના રૂમમાં લઈ જશે. તે તદ્દન અણધાર્યું છે, અને અમને આશા છે કે તેમની સારી સમજણનો વિજય થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.