ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / 'સૂર્યકુમાર યાદવે ખાનગીમાં મારી સાથે...પાક. કેપ્ટન સલમાન આગાએ લગાવી દીધો હળહળતો આરોપ

એશિયા કપ / 'સૂર્યકુમાર યાદવે ખાનગીમાં મારી સાથે...પાક. કેપ્ટન સલમાન આગાએ લગાવી દીધો હળહળતો આરોપ

Published By: Hiralal Parmar

Last Updated: 08:38 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની ટ્રોફી વિવાદમાં પાકિસ્તાન કેપ્ટન સલમાન આગાએ એક નવો શિફૂગો છોડ્યો છે જેની ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચા ચાલી હતી.

ADVERTISEMENT

એશિયા કપની ફાઈનલ જીત્યા બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ એક હળહળતો આરોપ લગાવ્યો છે. સલમાન આગાએ કહ્યું કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મારી સાથે પ્રાઈવેટમાં હાથ મિલાવ્યો હતો, યાદવે મારી સાથે જાહેરમાં તો હાથ મિલાવ્યો નહોતો પરંતુ ખાનગીમાં મારી સાથે હાથ મિલાવ્યો હતો.

શું બોલ્યો સલમાન આગા

ફાઈનલ બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં આગાએ કહ્યું કે ટૂર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં અને જ્યારે અમે રેફરીની મીટિંગમાં મળ્યા તેણે મારી સાથે હાથ મિલાવ્યાં હતા. પરંતુ જ્યારે તેઓ કેમેરા સામે હોય છે, ત્યારે તેઓ અમારા હાથ મિલાવતા નથી. તેણે કહ્યું કે મને ખાતરી છે કે સૂર્યકુમાર યાદવને આવું કરવાનું કહેવાયું હશે. આ ટૂર્નામેન્ટમાં ભારતે જે કર્યું છે તે ખૂબ જ નિરાશાજનક છે," હાથ ન મિલાવીને તેમણે ક્રિકેટનું અપમાન કર્યું છે.

શું થયો વિવાદ

હકીકતમાં એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો, ભારતીય ટીમ ટ્રોફી વગર જ સેલિબ્રેશન કર્યું હતું.

વધુ વાંચો : જીત બાદ ટ્રોફી કાંડ : મોહસીન નકવીએ અડધી રાતે સંતાડી દીધી એશિયા કપની ટ્રોફી-મેડલ, મોટો વિવાદ

પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યો એશિયા કપ

ઉલ્લેખનીય છે કે રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ભારતે એશિયા કપ જીતી લીધો છે. ભારતે નવમી વાર એશિયા કપ જીત્યો છે. પહેલા બેટિંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં 146 રન બનાવ્યાં હતા જવાબમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં 150 રન બનાવી લીધા હતા અને આ રીતે ભારતે 5 વિકેટે ફાઈનલ પોતાને નામે કરી લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

asia cup final india pakistan final asia cup final 2025

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ